Western Times News

Gujarati News

પૂરનની ૧૫ બોલમાં અડધી સદીથી લખનૌનો દિલધડક વિજય

નવી દિલ્હી, નિકોલસ પૂરન અને માર્ક્‌સ સ્ટોઈનિસની ઝંઝાવાતી બેટિંગની મદદથી લખનૌ સુપર જાયન્ટ્‌સે હારેલી બાજીને જીતમાં ફેરવી દીધી હતી. આઈપીએલ-૨૦૨૩ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે રમાયેલા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્‌સે ધમાકેદાર પ્રદર્શન કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને અંતિમ બોલે એક વિકેટે હરાવ્યું હતું.

આ મેચ અંતિમ બોલ સુધી રોમાંચક અને દિલધડક રહી હતી. આ મેચ હાઈ સ્કોરિંગ રહી હતી અને બંને ટીમના બેટ્‌સમેનોએ સૌથી વધુ રન ચોગ્ગા-સિક્સર દ્વારા લીધા હતા. નિકોલસ પૂરન લખનૌ માટે હીરો રહ્યો હતો તેણે ૧૫ બોલમાં જ અડધી સદી ફટકારી હતી.

જ્યારે સ્ટોઈનિસે પણ આક્રમક બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી. આ મેચમાં લખનૌએ ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલી, કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની આક્રમક અડધી સદીની મદદથી બેંગલોરે નિર્ધારીત ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૧૨ રનનો મોટો સ્કોર ખડકી દીધો હતો. જેના જવાબમાં લખનૌએ એક સમયે ૨૩ રનમાં ત્રણ અને ૯૯ રનમાં ચાર વિકેટ ગુમાવી દીી હતી.

પરંતુ બાદમાં નિકોલસ પૂરન અને સ્ટોઈનિસે આક્રમક બેટિંગ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. લખનૌએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૨૧૩ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. લખનૌ સામે ૨૧૩ રનનો લક્ષ્યાંક આવ્યો હતો. જેના જવાબમાં ટીમની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. ૨૩ રનમાં ટીમે પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ઓપનર કાયલે માયર્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે દીપક હૂડા નવ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.

કૃણાલ પંડ્યા પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે ઓપનર કેપ્ટન લોકેશ રાહુલ ૨૦ બોલમાં ૧૮ રનનું યોગદાન આપી શક્યો હતો. ટીમે ૯૯ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. જાેકે, માર્ક્‌સ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરને ત્યારબાદ ઝંઝાવાતી બેટિંગ કરી હતી અને મેચની બાજી પલટી નાંખી હતી. નિકોલસ પૂરને તો ૧૫ બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી.

આ જાેડીએ બેંગલોરના હાથમાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. નિકોલસ પૂરને ૧૯ બોલમાં જ ૬૨ રન ફટકારી દીધા હતા. જેમાં ચાર ચોગ્ગા અને સાત સિક્સર સામેલ હતી. જ્યારે સ્ટોઈનિસે ૩૦ બોલમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી ૬૫ રન ફટકાર્યા હતા. આયુષ બદોનીએ પણ ૨૪ બોલમાં ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. બેંગલોર માટે મોહમ્મદ સિરાજ અને વેન પાર્નેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલને બે તથા કર્ણ શર્માને એક વિકેટ મળી હતી.

લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમે ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જેનો ફાયદો ઉઠાવતા વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જાેડીએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.