‘વેપારીઓના ઓટલા ભાંગવા નીકળો છો, ખાણમાફીયા સામે ઘુંટણિયા ટેકવો છો !’

પ્રતિકાત્મક
પોરબંદરમાં મિશન માતૃભૂમિ દ્વારા તંત્ર સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી
પોરબંદર, પોરબંદર જીલ્લામા સામાન્ય લોકોના ઓટલા તોડવામાં આવી રહયા છે.પરંતુ જેમણે જમીનો ખોદી નાખી છે. તેવા ખાણ માફીયાઓને અને ગૌચરની જમીન હડપ કરનારાઓ સામે વહીવટી તંત્રઘુટણીયા ટેકવે તે છે. તેમ જણાવીને મિશન માતૃભુમી દ્વારા આ અંગેના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. અને કાનુની કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
મિશન માતૃભુમી ગૌચર જમીન ખાલી કરવા બાબત અનેક રજુઆત કરવામાં આવી હતી. જેમાં પોરબંદર તાલુકાના ૬૮ ગ્રામપંચાયતોની સાથે પાતા બોરીખા, ઓડદર, બગવદર,નવાગામે ખાપટ ધરમપુર, અને રાણાવાવ અણીયારી ગ્રામપંચાયત ફરીયાદો દાખલ કરવામાં આવી હતી. પોરબંદર તાલુકાના ગ્રામ પંચાયતના તમામ મંત્રીને અને સરપંચોને પત્ર વ્યવહાર કરી અને સરપંચોને પત્ર વ્યવહાર તાલુકા વિકાસ અધિકારીઓ કાર્યવાહી કરવાબાબત આદેશ કરવામાં આવ્યો હતો.
મહત્વની વાત એ છેકછે, ૬૮ માંથી કોઈપણ ગ્રામપંચાયત ૬ પત્ર વ્યવહારનો કોઈપણ પ્રકારનો તાલુકા વિકાસ અધિકારીને પ્રતી ઉત્તર કે જવાબ આપવામાં આવેલો નથી.
સૌથી મોટી વાત એ છેકે, પોરબંદર તાલુકામાં કોઈપણ ભુમાફીયા વિરૂધ્ધ કે ગેરકાયદેસર દબાણો અઅને પથ્થરની ખાણો વિરૂધ્ધ પગલાં ભરવાની અરજી કે ફરીયાદ કરે તો તેઓનું નામ ભુમાફીયાઓ પાસે સ્થાનીક તંત્ર ખોલી નાખે છે. અને ફરીયાદીની ગુપ્તાતનો કોઈપણ ગંભીરતાથી લેવામાં નથી આવતું. જેથી તેઓના જીવનું જોખમ વધી જાયા છે. જેથી સ્થાનીક વ્યકિતઓ કોઈ આગળ આવવા તૈયાર થતું નથી એમ જણાવાયું છે.