પોરબંદરનો દરિયો વાવાઝોડા પહેલા હિલોળે ચઢ્યો
પોરબંદર, બિપોરજાેય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ જાેવા મળવાની છે. ત્યારે દરિયાકાંઠે આવેલા પોરબંદરનો દરિયો જાણે હિલોળે ચઢ્યો છે. દરિયામાં ભારે કરંટ મોજા મળી રહ્યો છે અને આ સાથે ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. જે જાેઇને કોઇના પણ શ્વાસ અધ્ધર થઇ જાય. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે પોરબંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્ર પણ સજ્જ બન્યું છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છેલ્લી આગાહી પ્રમાણે, જામનગર, મોરબી અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે આ ત્રણેવ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. પોરબંદરમાં વાવાઝોડાની અસર સમુદ્રમાં જાેવા મળી છે.
સમુદ્રમાં ભારે કરંટ જાેવા મળે છે અને તેમાં પણ સમુદ્રમાં ભરતી આવતા સમુદ્ર રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે. કરંટ સાથે મોજાઓ ઉછળે છે ત્યારે દરિયા કિનારે ભાટ સાથે પાળ હતી, પરંતુ ભારે ઊંચા મોજા અને ઉપરાઉપરી મોજા આવતા હોવાથી પાળ તૂટી હતી અને મોજાઓ કિનારા સુધી ધસી આવ્યા હતા અને વધુ કરંટ સાથે મોજા રોડ સુધી પહોંચી જતા હતા. વાવાઝોડાની અસર પોરબંદરના દરિયામાં જાેવા મળી છે.
આ દરિયામાં ઊંચા ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. ત્યારે મંગળવારે રાત દરમિયાન દરિયાનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું હતું. આ ઉપરાંત મોટા મોટા પથ્થરો મોજાના મારથી ફંટાઈને નવી ચોપાટીના રોડ સુધી પહોંચી ગયા હતા. આ પણ એક કુતૂહલ ઉપજાવે તેવું છે.
નોંધનીય છે કે, મંગળવારે રાતે ૧૦ કલાક સુધીમાં ૪૧ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમા સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં ૩ ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. ત્યારે આજે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે, ૧૫મી જૂન કે જ્યારે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચવાની આગાહી છે ત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે મોરબી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અતિથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.SS1MS