Western Times News

Gujarati News

વિકસિત ભારત’ના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારતનું નિર્માણ અત્યંત મહત્વનું મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવ 

પોષણ પખવાડિયું ૨૦૨૫: અમદાવાદ જિલ્લો

મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકરની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન

અમદાવાદ ,  અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન  ખાતે અમદાવાદ ગ્રામ્ય માં પોષણ સંગમ (Community based management of acute malnourished & EGF) વર્કશોપનું આયોજન  મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકરના  અધ્યક્ષ ધ્યાને યોજવામા આવ્યું હતુ.

જિલ્લામાં પ્રોટીનયુક્ત આહાર, ટેક હોમ રાશન (THR), માતૃશક્તિ, બાલશકિતના ફાયદા વિષયક જનજાગૃત્તિ પ્રસરાવવા માટે સચિવશ્રી રાકેશ શંકરે આ તકે અનુરોધ કર્યો હતો.

સચિવશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારતનું નિર્માણ અત્યંત મહત્વનું છે. પોષણ અભિયાન એક નિર્ણાયક પગલું સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષમાં બે વખત, સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસઅને માર્ચ-એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયુંઉજવણી કરવામાં આવે છે. આ અભિયાન પોષણક્ષમ આહાર અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કમિશનર શ્રી ડો. રણજીત સિંહએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સગર્ભા માતા,ધાત્રી માતા અને બાળકોમાં કુપોષણની નાથાવા માટે નોંધપાત્ર પ્રયાસો અને અભિયાનનો હાથ ધરવામાં આવી રહ્યા છે સારું પોષણ એ સર્વાંગી વિકાસનો પાયો છે જેના ધ્યેય સાથે કામ થઈ ગયું છે

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે આ તકે  માર્ગદર્શન આપ્યું હતું.  કાર્યક્રમમાં CMAM & EGF (પોષણ સંગમ) અને પોષણ પખવાડિયા ની ઊજવણી અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ જીલ્લા નું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ઝોન, જિલ્લા, ઘટક અને ગ્રામ્ય કક્ષાએ પોષણ સંગમ અંતર્ગત કરેલ તેમજ કરવામાં આવનાર કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરાઇ  હતી. જિલ્લાના સરપંચશ્રીઑ, માનવસેવા સંસ્થા સાણંદ દ્વારા કરાયેલ  ખાસ કામગીરીની વિગતે ચર્ચા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 CMAM-EGF અંતર્ગત ના ૧૦ પગલાંનાં વિગતવાર ટ્રેનિંગ લર્નિંગ મોડ્યુલ બનાવીને ડિસ્પ્લે કરી વિશેષ સમજ આપવામાં આવી હતી

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે અને વિભાગીય નાયબ નિયામકશ્રી દ્વારા અલગ અલગ પ્રેઝન્ટેશન રજુ કરી વિષય વસ્તુની છણાવટ કરવામાં આવી હતી 

કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા સ્ટોલની મુલાકાત કરી આરોગ્ય અને આઈસીડીએસને લગત જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.શૈલેશ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ કમિટી ના ચેરમેનશ્રી, ભાવના બેન વડાલિયા,વિભાગીય નાયબ નિયામક શ્રી અમદાવાદ ઝોન ઇલાબા રાણા, અમદાવાદ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ગૌરીબેન સોલંકી, ડેવલોપમેન્ટ પાર્ટનર શ્રીમનુભાઈ, રોહિતભાઈ વિરમગામ અને ધોળકા તાલુકાના કોઠ, કેલીયા વાસણા અને કરીયાલાના  સરપંચશ્રી, આઇ સી ડી એસ અને આરોગ્ય ની જિલ્લા અને તાલુકા ટીમના સભ્યો ઉપસ્થિત  રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.