યાત્રાધામ ડાકોરમાં પોષી પુનમ ધામધુમથી ઉજવાઈ
એક લાખ ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો
(પ્રતિનિધિ) ડાકોર, યાત્રાધામ ડાકોરમાં સવારે પાંચ વાગ્યે મંગળા આરતી થઈ સવારના સમયમાં એક લાખ ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો મંદિરમાં બહારગામથી આવેલા વૈષ્ણવો દ્વારા ૬૦ જેટલી ઘજા ધરાવવામાં આવી હતી પોષી પૂર્ણિમાએ મંગળા આરતી સમયે માનવ મહેરામણ ઉમટીયુ મંગળા આરતી બાદ ભગવાનના શણધાર કરવામાં આવ્યો હતો ભગવાન ચતુરર્ભુજ શણધારધારણ કરવામાં આવ્યો હતો ભગવાનને કડકડતી થંડીમાં ગરમ સાલ તેમજ તાપણી કરવામાં આપી હતી
ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પોષી પૂર્ણિમાએ કકડતી ઠંડીમાં ભાવિક ભક્તો સવારે પાંચ વાગ્યાના અરસામાં મંગળા આરતી કરવા માટે મંદિરના દ્વારે જબરજસ્ત ઘસારો જાેવા મળ્યો હતો મંગળા આરતી સમયે મંદિર તરફ્થી ફાળવેલ રણછોડ સેના દ્વારાવૈષ્ણવ અને દર્શન કરાવવા ખૂબ સુંદર આયોજન કરાયું હતું શ્રી રણછોડરાય ભગવાનમંગળા આરતી પછી ધનુ માસની ખીચડી આરોગવા બિરાજમાન થયા હતા. આખો દિવસ અવરીત પ્રવાહ ભાવિક ભક્તોનો ચાલુ રહ્યો હતો અંદાજિત એક લાખ ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે તેના નાદથી ડાકોરધામ ગૃજી ઉઠ્યુ હતુ.
પવિત્ર ગોમતી મૈયાની આસ્થાની ડૂબકી વૈષ્ણવોએ મારી હતી. પાણી પીવા લાયક નથી પણ શ્રદ્ધા હોય ત્યાં ભાવિક ભક્તો આચમન કરતા પણ ખચકાતા ન હતા ડાકોરમાં આજે સવારથી પોલીસ જવાનોનો તાબડતોડ બંદોબસ્ત હતો જેમાં ૧. ડીવાયએસપી. ૨.પી.આઇ. ૮.પી.એ સાઈ. ૧૦૦ પોલીસ..જી.આર ડી ૫૦…ટી. આર.બી.૩૦ આમ આખા ડાકોરમાં પોલીસની ચાંપતી નજર હતી. ડાકોર ગામમાં કોઈપણ અનિછીય બનાવ બન્યો ન હતો ભાવિક ભકતોએ આરામથી ભગવાન દર્શન કર્યા હતા