પોશીનાના છોછરમાં ૯૫૦૦ની ચોરી માટે બાળકીની હત્યા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, પોશીના તાલુકાના છોછર ગામે માત્ર ૯૫૦૦ રૂપિયાની ચોરી કરતા જાેઈ જનાર ઘરમાં એક માત્ર સાત વર્ષની છોકરીને ગળું કાપી હત્યા કરાતાં પોશીના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. પોશીના તાલુકાના છોછર ગામે રહેતા મીરાભાઈ બાબુભાઈ ગમર અને તેમનો પરિવાર સાત વર્ષની બાળકીને ઘરે મૂકી તેમના ખેતરમાં ખેતી કામ માટે ગયો હતો
એ દરમિયાન અજાણ્યા શકશો મીરાભાઈ ના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસી ગયા હતા ત્યારે ઘરમાં રહેલ એક માત્ર સાત વર્ષની બાળકી ને જાેતો બંને ચોરોએ બાળકીનું ગળું કાપી ર્નિમમ હત્યા કરી નાસી ગયા હતા. આ બનાવ બન્યા બાદ મીરાભાઈ ખેતરેથી ઘેર આવતો
તેમની બાળકીને લોહીથી લથપથ હાલતમાં પડેલી જાેઈ જતાં મીરાભાઈએ પોશીના પોલીસને જાણ કરતો પોશીના પોલીસે બનાવના સ્થળે જઈ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો તથા આ બાળકીની હત્યા થતાં તેના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઇસમ સામે કલમ ૩૦૨ મુજબનો ગુનો દાખલ કરી પોશીના પીએસઆઇ એસ જે ગોસ્વામી
અને તેમની ટીમે તપાસ કરતા પોલીસે શંકાસ્પદ બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતો બંને સક્ષોએ કબૂલાત કરી હતી કે ૨૫- ૧૦- ૨૨ ના રોજ તેમણે મીરાભાઈ બાબુભાઈ ગમાર ના ઘર માં થી રૂપિયા ૯૫૦૦ ની ચોરી કરી હતી જે દરમિયાન આ બાળકી તેમના ઘરમાં આવી જતાં તીક્ષ્ણ હથિયાર થી તેની હત્યા કરી નાસી ગયા હતા.
આ બાબતે પોલીસે રાજુભાઈ ગણેશભાઈ ખોખરીયા રહેવાસી ચોલીયા તા. પડોશીના અને લક્ષ્મણભાઈ પીરાભાઈ બૂબડિયા રહે કુકાવાસ તા. કોટડા છાવણી રાજ.ની ધર પકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી.