Western Times News

Gujarati News

વાતાવરણમાં પલટો આવતા કેરીનાં પાકમાં રોગની શક્યતા

જૂનાગઢ, ગુજરાતનાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ છે. તેમજ બપોરના સમયે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. તેમજ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરતમાં કેરીનું ઉત્પાદન થઇ રહ્યું છે. વિષમ વાતાવરણનાં કારણે કેરીના પાકને અસર થઇ શકે છે. આંબામાં ભુકોછારી અને મધીયો રોગ આવવાની શક્યતા છે.

ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેરીનાં પાકમાં શું કાળજી રાખવી તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે અને વાદળછાયુ વાતાવરણની સાથે બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

આવી પરિસ્થિતિમાં આંબાની ખેતી કરતા ખેડૂતોને કેરીના પાકમાં રોગ જીવાત આવવાની શકયતા રહેલી છે. જેના પગલે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની પણ શકયતા છે.

આ વાદળછાયા વાતાવરણમાં કેરીના પાકમાં ભૂકીછારો અને મધીયો નામનો રોગ આવવાની શકયતા છે. માટે ખેડૂતોને મધીયાના નિયંત્રણ માટે ઈમીડા- ૪મી.લિ. અથવા થાયોમીથોક્સમ ૩ ગ્રામ અથવા બીટા સાયફલુથ્રીન ઈમીડાકલોપ્રીડ ૫ મી.લિ. અથવા બ્યુપ્રોફેનઝીન મી.લિ. દવાનો ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવું જોઇએ.

જયારે ભુકી છારાના નિયંત્રણ માટે હેકમાકોનેઝોલ ૧૦ મી.લિ. અથવા પ્રોપીકોનાઝોલ- ૧૦ મી. લિ.૧૦ લિટર પાણીમાં છંટકાવ કરવો જોઇએ. મોર આવી ગયો હોય અને કળી બેસવાની શરૂઆત થઈ ગઈ હોય તો એક હળવું પિયત દવાના છંટકાવ બાદ તુરંત આપી દેવુ જોઇએ. તેમજ જરૂર જણાય તો બીજો દવાનો છંટકાવ ૧૦ દિવસ બાદ કરી શકાય છે.

જે ખેડૂતોને આંબાના પાકમાં કણી બેસી ગઈ હોય અને વટાણા જેવી કેરી થઈ ગઈ હોય તો દ્ગછછ (નેપ્થેલીક એસીટીક એસિડ) ૪ ગ્રામ પાવડર ૨૦૦ લિટર પાણીમાં અથવા પ્લાનોફિકસ ૯૦ મી.લિ. ૨૦૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી કેરીનું ખરણ અટકાવી શકાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.