આઈટી અને ટેલિકોમ સેક્ટર માટે બજેટ અંગે ઇશાન ટેક્નોલોજીસના MDએ શું કહ્યુ?
ઇશાન ટેક્નોલોજીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પિંકેશ કોટેચા
કેન્દ્રીય બજેટ 2024-25 આઇટી અને ટેલિકોમ ક્ષેત્ર માટે ઘણી આશાઓ જગાવે છે. દેશના ડિજિટલ-ફર્સ્ટ રાષ્ટ્ર બનવાના ઉદ્દેશ્ય સાથે, અમે છેલ્લા એક દાયકામાં ઉત્પાદકતામાં સુધારો કરવા અને અસમાનતાને દૂર કરવા માટે ટેક્નોલોજીનો લાભ લેવાની સરકારની પ્રતિબદ્ધતાને આવકારીએ છીએ. અમે સમાવેશક વૃદ્ધિ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વને સ્વીકારીએ છીએ જે શહેરી ભારતથી આગળ વધીને તકો વધારવામાં મદદ કરશે. Post-Budget Reaction for IT and Telecom Sector by Mr. Pinkesh Kotecha, Chairman and Managing Director, Ishan Technologies
ડેટા ગવર્નન્સ વધારવા માટેની સરકારની પ્રતિબદ્ધતા ડેટા સેન્ટર્સને વધારવામાં મદદ કરશે અને નિઃશંકપણે આપણા દેશની વધતી જતી ડેટા-સઘન જરૂરિયાતોને સમર્થન આપશે. વધુમાં, એફડીઆઈ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ટેક્નોલોજી ઈનોવેશન્સમાં રોકાણને પ્રોત્સાહન મળશે,
જે ટેક હબ તરીકે ભારતના વિકાસને આગળ વધારશે. યુવાનો માટે રોજગારી વધારવા માટેના અનેક પગલાં, વર્કિંગ વુમન હોસ્ટેલની સ્થાપના અને સરકારી બાંયધરી સાથે સ્કીલિંગ લોન, આઈટી સેક્ટરમાં વધુ મહિલાઓ અને યુવાનોની સહભાગિતાને પ્રોત્સાહન આપશે. આપણા વિકસતા ઉદ્યોગની માંગને પહોંચી વળવા તૈયાર કુશળ વર્કફોર્સના નિર્માણ માટે આ પહેલ નિર્ણાયક છે.
અગાઉ જણાવ્યું તેમ અમને આશા હતી કે બે મુખ્ય મુદ્દાઓ પર વધુ ધ્યાન અપાશે – એઆઈ અને સાયબર સુરક્ષામાં વધારો. આ નિર્ણાયક પાસાં હશે જે ભારતને એક મજબૂત અને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે જે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની ભારતની આકાંક્ષાઓને સમર્થન આપી શકે. એકંદરે, કેન્દ્રીય બજેટ 2024-25 યોગ્ય દિશામાં નોંધપાત્ર પગલાં લે છે અને અમે આ પહેલ પર અમલ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. ઇશાન ટેક્નોલોજીસ ખાતે, અમે ડિજિટલી સશક્ત અને સર્વસમાવેશક રાષ્ટ્ર માટે સરકારના વિઝનને અનુરૂપ નવીનતા અને વૃદ્ધિને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.