Western Times News

Gujarati News

પોસ્ટમેન દ્વારા પણ કોઈ પણ ચાર્જ લીધા વગર રેશનકાર્ડ E-KYCની ડોર સ્ટેપ સર્વીસ મળશે

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની (E-Kyc) સુવિધાનો પોસ્ટ ઓફિસ દ્વારા પ્રારંભ – ૧૩ લાખ શહેરીજનોને લાભ મળશે

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ દ્વારા ઇ-કેવાયસી સેવા શરૂ કરવામાં આવી છે. કામગીરીને સુલભ અને સફળ બનાવવા માટે ડિલિવરી પોસ્ટ ઓફિસ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ અન્ન ભંડાર/સસ્તા અનાજની દુકાનો પાસે કેમ્પનું આયોજન કરીને રેશનકાર્ડ લાભાર્થીઓને e-KYC ની પ્રક્રિયા સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

ભારતીય ટપાલ વિભાગને અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડનું e-KYC પ્રક્રિયાની કામગીરી સોંપવામાં આવી છે, જેનાથી અમદાવાદ શહેરના આશરે ૧૩ લાખ લાભાર્થીઓને લાભ મળશે.

નેશનલ ફૂડ સિક્યોરિટી એકટ (NFSA), ૨૦૧૩ હેઠળ નોંધાયેલા તમામ આ સાથે, ટપાલ પહોંચાડવા માટે ઘરે ફરતા પોસ્ટમેન પણ રેશનકાર્ડ ધારકોની ઇ-કેવાયસીની પ્રક્રિયા ઘરે ફરતા પોસ્ટમેન દ્વારા પણ કોઈ પણ ચાર્જ લીધા વગર તેમના ઘરેથી જ પૂર્ણ કરી આપશે. રેશનકાર્ડ લાભાર્થીઓ તેમના આધારકાર્ડ, રેશનકાર્ડ તેમજ આધારકાર્ડથી લિન્ક મોબાઇલ સાથે તેમની નજીકની ડિલિવરી પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ, ત્યાં પોસ્ટમેન મારફતે પણ e-KYCની પ્રક્રિયા કરાવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.