અમદાવાદનાં ખાડા અનેક લોકો માટે આજ દિન સુધી મહામુસીબત બની ગયા છે.
અમદાવાદમાં ખાડારાજના કારણે ૧૪ વર્ષના બાળકનું ૪ કલાક નોન સ્ટોપ ઓપરેશન ચાલ્યું
રાજના દાદી હાથ જાેડીને કહ્યું કે, કોર્પોરેશન વાળા આ ખાડા સરખા કરે તો બીજાના છોકરા બચી જાય
અમદાવાદ,અમદાવાદનાં ખાડા અનેક લોકો માટે આજ દિન સુધી મહામુસીબત બની ગયા છે. શહેરમાં આજે પણ અનેક ખાડા ખરાબ રસ્તા અને ભૂવાઓ છે. આ ખાડા અને ભૂવા સેંકડો નાગરિકોને વાહનોનું નુકશાન પણ થયું છે તો કેટલાક એવા પણ લોકો છે જેમને ખાડાએ જીવનભરનું દુઃખ આપ્યું હોય આવો જ એક બાળક અમદાવાદનો છે.
જેને ખાડો એવો તો નડ્યો કે તે આખી જિંદગી યાદ રાખશે. અમદાવાદમાં રાજ ભરવાડ માત્ર ૧૪ વર્ષનો છે અને તે અમદાવાદના એસ.જી. હાઇવે પર રાજપથ ક્લબ પાસે રહે છે. વરસતા વરસાદમાં ૧૪ વર્ષના રાજને જિંદગી ભરની ખોટ થઈ છે. રાજ ૧૯મી જુલાઇએ જ્યારે સ્કૂલમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક વરસતા વરસાદમાં એક ગાડી ખાડામાં પડી અને તેનું પાણી રાજની આંખમાં ગયું.
હજુ તો તે આંખ સાફ કરે એ પહેલા બીજી ગાડી ખાડામાંથી પસાર થઈ અને ૧૪ વર્ષના બાળકને ખાડામાં ફેંકતી ગઈ. ખાડામાં પડેલો રાજ ખાડામાં એવો તો પડ્યો કે તેના ઘૂંટણની ઢાંકણી ખસી ગઈ ત્યાર બાદ રાજને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેના નાનકડા પગનું ૪ કલાક ઓપરેશન ચાલ્યું અને આખરે ઘૂંટણમાં રાજને ઢાંકણી નાખવામાં આવી.
આ અંગે રાજે જણાવ્યું કે મને ખબર પણ નહોતી કે ખાડામાં પડવાથી મારો પગ જતો રહેશે. મને વાગ્યું ત્યારે હું ઊભો પણ નહોતો થઈ શકતો માંડ માંડ મને હોસ્પિટલ લઈ ગયા હતા. રાજની આ વેદના જાેઈને કેટલાક તો એવું પણ કહેશે છે થવા કાળે થયું પણ છોકરો બચી ગયો. આવામાં આ પરિવારની વેદના આ પરિવાર જ જાણે કારણે કે ૧૪ વર્ષના બાળકનાં પગમાં ૪ કલાક ઓપરેશન થયું છે અને હજી પણ ૪ વર્ષ પછી ફરી બાળક જ્યારે ૧૮ વર્ષનો થશે ત્યારે ઘૂંટણમાં ફરી વાઢકાપ કરી ઓપરેશન કરવું પડશે.
કોર્પોરેશનના કાને વાત અથડાય તો ઠીક નહિંતર ર્નિણય કદાચ જનતા મત આપી ને કરશે એવું લાગી રહ્યું છે. આ અંગે રાજના દાદી હાથ જાેડીને કહ્યું કે, કોર્પોરેશન વાળા આ ખાડા સરખા કરે તો બીજાના છોકરા બચી જાય. આટલી બેદરકારી ન હોય. કોઈ સરકારી અધિકારી કે મંત્રીનો દીકરો હોત તો શું થતું વિચારો તમે મારા દીકરા નો દીકરો હોસ્પિટલમાં આમ સૂતો હતો તો. મારો જીવ કલ્પાત કરતો હતો. આમ આટલી હદે ખરાબ રોડ તો ના હોય. કાઇક સરકારને કહો આ અમારી વાત રજૂ કરો તો સરકારની આંખો ખુલશે અને ખાડા જાેશે.ss1