Western Times News

Gujarati News

ગુજરાતના આ બે જિલ્લાઓમાં વીજ કંપનીઓ લગાવશે સ્માર્ટ મીટર

આ સ્માર્ટ વીજ મીટરથી ગ્રાહકો મોબાઈલની જેમ રીચાર્જ કરાવશે તે પછી વીજ પુરવઠો મેળવી શકશે

મોડાસા, અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજયમાં ૪ ઝોનમાં વહેચાયેલી વીજ કંપની મારફતે વીજ ગ્રાહકોને નિયમીત વીજ પુરવઠો મળી રહે એ ત્યારે ઔધોગીક અને વાણીજયક ગ્રાહકોને દર મહીને વીજ વપરાશનું બીલ મળે છે.

જયારે ઘર વપરાશ અને હોર્સ પાવર મુજબ વીજળી મેળવતા ગ્રાહકોને દર બે મહીને વીજ બીલ ભરવું પડે છે. જેના માટે વીજ કંપનીની કામગીરી વધી જાય છે. ત્યારે બંને જીલ્લા સહીત સમગ્ર રાજયમાં વર્ષ ર૦ર૪માં ડીસેમ્બ્ર માસ સુધીમાં સ્માર્ટ મીટર લાગી જશે.

જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં ૮ લાખથી વધુ સ્માર્ટ વીજ મીટર લાગશે. મીટર ઉપર લાગેલા બારકોડને આધારે વીજ વપરાશ જાણી શકાશે. અને તે મુજબ બીલ બનશે. જેથી વીજ ચોરીને પણ અવકાશ રહેશે નહી. આ સ્માર્ટ વીજ મીટરથી ગ્રાહકો મોબાઈલની જેમ રીચાર્જ કરાવશે તે પછી વીજ પુરવઠો મેળવી શકશે.

આજના ર૧ મી સદીમાં સરકારી ખાનગી અર્ધસરકારી અને સહકારી ક્ષેત્રે સહીત અન્ય સ્થેળે પેપરલેસ કામગીરીીને મહત્વ અપાઈ રહયું હોવાના કારણે ખર્ચમાં ઘટાડો થઈ રહયો છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં અંદાજે ૪.૮૦ અને અરવલ્લી જીલ્લામાં ૩ લાખથી વધુ વીજ ગ્રાહકોના હાલના મીટરના બદલે સ્માર્ટ મીટરથી જાેડી દેવામાં આવશે.

જેના પર લગાડેલ બારકોડને આધારે કયા ગ્રાહકે કેટલો વીજ વપરાશ કર્યો તે વીજ કંપનીના અધિકારીીઓ રોજરોજ જાણી શકાશે. આ સ્માટટ મીટરના લીધે ગ્રાહકોને પણ ફાયદો થશે. નાણાં ચુકવવાની ઝંઝટમાંથી મુકિત મળશે.સ્માર્ટ મીટર લાગ્યા પછી ગ્રાહક ૧ દિવસથી ૧ વર્ષ સુધીનું રીચાર્જ કરાવી શકશે.

આ સ્માર્ટ મીટર લગાડવાનો ખર્ચ હાલ ગ્રાહકે ચુકવવાનો ન હોય કંપની ખર્ચ ભોગવશે. અંદાજે પ૦ લાખ વીજ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક છે. જેનો પ્રારંભ ગુજરાત સ્થાપના દિન ૧ લી મે-ર૦ર૩થી કચ્છ જીલ્લાથી કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.