Western Times News

Gujarati News

યુપીના ઉર્જા પ્રધાનના ભાષણ દરમિયાન જ વીજળી જતી રહી

મઉ, ઉત્તર પ્રદેશના મઉના હરિકાશપુરા ખાતે રજ્યના ઉર્જા પ્રધાન એકે શર્માએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન એકે શર્મા લોકોને સંબોધિત કરી રહ્યા હતાં, તેઓ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની સિદ્ધિઓના વખાણ કરી રહ્યા હતાં, એવામાં અચાનક વીજળી જતી રહી, ત્યાર બાદ અંધારામાં ભાષણ પ્›રુ કરવું પડ્યું.

એટલું જ નહીં, કાર્યક્રમ પત્યા બાદ અંધારામાં મોબાઇલની ફ્લેશ લાઈટની માદદથી જૂતા પહેરવા પડ્યા હતાં. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, અને યુપી સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે.ઉર્જા અને શહેરી વિકાસ પ્રધાન એકે શર્મા બુધવારે સાંજે યુપી સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મઉમાં આયોજિત ત્રણ દિવસીય વિકાસ ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

તેઓ સાંજે લગભગ સાત વાગ્યે હરિકેશપુરાના સ્થિત હનુમાન ઘાટ ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન વીજળી જતી રહી, અંધારું ફેલાઈ ગયું.કાર્યક્રમ દરમિયાન લગભગ સાત મિનિટ માટે વીજળી ગુલ રહી અને હોબાળો મચી ગયો. આ બેદરકારીથી રોષે ભરાયેલા એ કે શર્માએ તાત્કાલિક અસરથી એસડીઓ પ્રકાશ સિંહ, જેઈ ઓપી કુશવાહાને સ્થળ પર જ સસ્પેન્ડ કરી દીધા.

ઉપરાંત ચીફ એન્જિનિયર સંજીવ વૈશ અને એક્ઝીક્યુટીવ એન્જિનિયર ભુવન રાજ સિંહ સામે ચાર્જશીટ જાહેર કરવામાં આવી છે અને આ ઘટના અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.વીજળી જતા રહ્યા બાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે એકે શર્મા ભાષણ પૂરું કરીને સ્ટેજ પરથી નીચે આવે છે, ત્યારે તેઓ મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટની મદદથી જૂતા પહેરી રહ્યા છે. આ દરમિયાન તેમના સમર્થકો પણ ત્યાં હાજર છે, જેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા રાજ્યના વીજળી વિભાગની ટીકા થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.