Earthquake : Syria – Turkey બાદ Chinaમાં શક્તિશાળી ભૂકંપ
નવી દિલ્હી, સીરિયા અને તુર્કી ભૂકંપ બાદ આજે સવારે ચીન અને તઝાકિસ્તાનમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ચીને ગુરુવારે (૨૩ ફેબ્રુઆરી) ઝિજિયાંગમાં તઝાકિસ્તાનની સરહદ નજીક લગભગ ૮ઃ૩૭ વાગ્યે ૭.૩-તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો. તો બીજી તરફ પૂર્વ તઝાકિસ્તાને તેની જમીન પર ૬.૮ની તીવ્રતાના આંચકા અનુભવ્યા હતા.
ચીનના સરકારી મીડિયાએ પણ ચીનના ભૂકંપ નેટવર્ક સેન્ટરને ઉઇગર સ્વાયત્ત ક્ષેત્રમાં ભૂકંપની પુષ્ટી કરી હતી. જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વેએ તઝાકિસ્તાનમાં ધરતીના આંચકાનો ઉલ્લેખ કર્યો છે.
યુએસજીએસના અંદાજ મુજબ, તઝાકિસ્તાનમાં જ્યાં ભૂકંપ આવ્યો તે વિસ્તાર વિશાળ પર્વત શિખરોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં ત્યાં ભૂસ્ખલન પણ થઈ શકે છે, પરંતુ તેનાથી જાનમાલનું નુકસાન થવાની શક્યતા ઓછી છે કારણ કે આ વિસ્તારમાં વસ્તી ખૂબ ઓછી છે. જાે કે, અત્યાર સુધી ચીનની સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી.
Notable quake, preliminary info: M 6.8 – 67 km W of Murghob, Tajikistan https://t.co/41zyIIbysN
— USGS Earthquakes (@USGS_Quakes) February 23, 2023
આ મહિને ભૂકંપે તુર્કી અને સીરિયામાં તબાહી મચાવી હતી. તુર્કી અને સીરિયામાં ૬ ફેબ્રુઆરીએ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશોમાં અત્યાર સુધીમાં ૪૬૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે. એકલા તુર્કીમાં જ ભૂકંપના કારણે ૨ લાખથી વધુ એપાર્ટમેન્ટ નષ્ટ પામ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર તુર્કીયે-સીરિયા બોર્ડર પર હતું. આવી સ્થિતિમાં સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી.
હજારો લોકો હજુ પણ ગુમ છે. તુર્કીમાં ઘણા દિવસો સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સતત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ અભિયાનમાં ભારતે તુર્કીયેની ઘણી મદદ કરી હતી.
NDRFની ઘણી ટીમો મોકલવામાં આવી હતી, રાહત સામગ્રી પણ સતત પહોંચાડવામાં આવી હતી. ભારતીય સેનાએ તુર્કીમાં પોતાની હોસ્પિટલ પણ બનાવી હતી જ્યાં ઘાયલોને સારવાર મળી હતી. કેટલાક અન્ય દેશોએ પણ તેમના તરફથી તુર્કીને મદદ મોકલી હતી. ભારતની છેલ્લી NDRF ટીમ રવિવારે જ દેશ પરત ફરી છે.
PM મોદીએ સોમવારે NDRFની તમામ ટીમોને મળીને પ્રોત્સાહિત કર્યા હતા. ભારતની ૯૯-સભ્યોની ટીમે તુર્કીમાં ભૂકંપ પછી તમામ પ્રકારના સાધનોથી સજ્જ ૩૦ બેડની ફિલ્ડ હોસ્પિટલ બનાવી હતી. આ ટીમ ભારત પરત ફરી છે. ભારતે ૬ ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપ બાદ તુર્કી અને સીરિયાના કેટલાક ભાગોમાં મદદ પૂરી પાડવા માટે ‘Operationdost’ શરૂ કર્યું હતું.SS1MS