ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી
(એજન્સી)ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં ગુરુવારે (૧૬ માર્ચ) ૭.૧-તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વિશ્વમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ ૧૦ કિલોમીટર ઉંડાઈએ આવ્યો હતો. Powerful earthquake shakes New Zealand
અમે આવા શક્તિશાળી ભૂકંપથી થયેલા નુકસાનની રાહ જાેઈ રહ્યા છીએ. અગાઉ ૪ માર્ચે પણ આ જ જગ્યાએ ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જાે કે, તે સમયે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી અને કોઈ નુકસાનની જાણ થઈ ન હતી. આ ભૂકંપનું કેન્દ્ર સપાટીથી ૧૫૨ કિમી નીચે હતું.
યુએસજીએસના નિવેદન અનુસાર, ગુરુવારે (૧૬ માર્ચ) સવારે ન્યુઝીલેન્ડના ઉત્તરમાં કર્માડેક ટાપુ ક્ષેત્રમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતો. ભૂકંપ દરિયામાં આવ્યો હોવાથી નિષ્ણાતોનું કહેવું છે કે ભૂકંપના કેન્દ્રથી ૩૦૦ કિલોમીટરની ત્રિજ્યામાં સુનામી આવી શકે છે.
૬ ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ ખૂબ જ જાેરદાર હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૮ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. તે સીરિયા અને તુર્કીની સરહદ પર છે.
આવી સ્થિતિમાં ભૂકંપના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. જેમાં ૪૪ હજાર લોકોના મોત થયા હતા. લાખો એપાર્ટમેન્ટ્સ પણ નાશ પામ્યા હતા. તુર્કી પર કુદરતનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો.