દીપિકા માટે પ્રભાસ અને અમિતાભ ખડે પગે
મુંબઈ, દર્શકોને કાલ્પનિક ભવિષ્યની સફર પર લઈ જાય તે માટે ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મ ૨૭ જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. પૅન ઇન્ડિયામાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં છે, નાગ અશ્વિનની આ ફિલ્મમાં બોલિવૂડના લિજેન્ડ અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ મહત્વના રોલમાં જોવા મળશે.
મંગળવારે આ ફિલ્મનું ૩ડી વર્ઝન સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. સૂત્રો દ્વારા મળતાં અહેવાલો અનુસાર સેન્સર બોર્ડના સભ્યો આ ફિલ્મના અદભૂત દૃશ્યો અને નાગ અશ્વિનના વિઝનરી ડિરેક્શનથી ખૂબ પ્રભાવિત થયા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે આ સભ્યોએ ફિલ્મના સ્ક્રિનિંગ પછી ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
આ સ્ક્રિનિંગમાં હાજર રહેલાં લોકો કોઈ ભારતીય ફિલ્મમાં ક્યારેય ન જોયાં હોય તેવા દૃશ્યોના સાક્ષી બન્યા હતા. આ ફિલ્મની સ્ટોરી પ્રભાવક અને અનોખી રીતે રજૂ કરવામાં આવી છે, જે બોક્સ ઓફિસ પર મહત્વનું પાસું સાબિત થઈ શકે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે ભૈરવાનું પાત્ર દર્શકોને મજા કરાવશે અને દર્શકો આ ફિલ્મ પાસે કેટલાંક વિશેષ કેમીયોની પણ આશા રાખી શકે છે.
આ ફિલ્મ લગભગ ૩ કલાકની છે, તો દર્શકો પણ આ ફિલ્મ મોટા પડદે જોવા આતુર છે.વૈજંથિ મુવીઝ દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મમાં સંતોષ નારાયણનું સંગીત છે, તે ઉપરંત કમલ હસન, દીશા પટ્ટણી, શાશ્વતા ચેટર્જી, મૃણાલ ઠાકુર, શોબના, રાજેન્દ્ર પ્રસાદ, પસુપથ્થિ જેવા કલાકારો વિવિધ ભૂમિકામાં જોવા મળશે.
‘કલકી ૨૮૯૮ એડી’ ૩ડી, ૪ડીએક્સ અને આઇમેક્સ ફોર્મેટમાં જોવા મળશે. બુધવારે મુંબઈમાં ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની પ્રી રિલીઝ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં દીપિકા પાદૂકોણ, અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથે કમલ હસન, રાણા દગ્ગુબાતી પણ હાજર રહ્યા હતાં.
તેમની વીડિયો દરેક સોશિયલ મીડિયા પ્લેટફર્મ્સ પર છવાયેલી રહી હતી. એક વીડિયો ટ્રેન્ડ થયો હતો, જેમાં પ્રભાસ અને અમિતાભ હળવી મજાક કરતા જણાયા હતા.
દીપિકા પાદૂકોણ પગથિયા ઉતરવા જતી હતી, તો તેને મદદ કરવા હાથ લંબાવવા માટે બધાં જ એક સાથે દોડી ગયા હતા અને ત્યારે અમિતાભ મસ્તીના મૂડમાં પ્રભાસને પાઠળ રાખીને આગળ જવાની કોશિષ કરતા હતા. જેના પર બધાં જ એકસાથે હસી પડ્યાં હતાં. આ વીડિયો પર દરેક પ્લેટફર્મ પર ફૅન્સે અઢળક પ્રેમ વરસાવ્યો હતો.SS1MS