આદિપુરૂષ અંગે ચાલી રહેલા વિવાદ પર પ્રભાસે આપી પ્રતિક્રિયા
મુંબઈ, સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસને ‘બાહુબલી’ સિરીઝમાં દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ભારતની આ રોયલ ફિલ્મના કારણે જ પ્રભાસની ગણતરી આખા દેશમાં ટોપના કલાકારોમાં થવા લાગી હતી. તેવામાં અત્યારે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરૂષ’ અત્યારે ઘણી ચર્ચામાં છે. ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ રામાયણની સ્ટોરી પર આધારિત છે, પરંતુ કેટલાક લોકો આ ફિલ્મ અંગે વાંધો ઉઠાવી રહ્યા છે. સામાન્ય જનતાની સાથે રામાનંદ સાગરના શૉ રામાયણના લગભગ દરેક પ્રખ્યાત પાત્રોએ આ ફિલ્મ અને પાત્રો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આ ફિલ્મમાં પ્રભાસ રાઘવ એટલે કે ભગવાન શ્રીરામની ભૂમિકામાં છે. ત્યારે હવે અભિનેતાએ પોતાના આ પાત્ર અંગે કેટલીક વાત કહી છે. અભિનેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું આ પાત્ર ભજવવા અંગે તેને મને કોઈ આશંકા હતી? પ્રભાસે સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, જી હાં, આશંકા તો હતી, પરંતુ કોઈ અડચણ નહતી.
ભગવાન શ્રીરામ જેવા પરમ પૂજનીય પાત્રને નિભાવવા માટે મોટી જવાબદારીની ભાવના આવે છે. કારણ કે, આવા પાત્રોની સાથે લોકોની ભાવના અને આધ્યાત્મિકતા જાેડાયેલી હોય છે. આ પહેલા પોતાના ઇન્ટરવ્યૂમાં પ્રભાસ કહી ચૂક્યો હતો કે, જાે તેણે બાહુબલી અંગે કોઈ ભૂલ કરી હોત તો તે બરાબર કહેવાત, પરંતુ તે ‘આદિપુરૂષ’ અંગે ચાન્સ ન લઈ શકે.
તેનું કારણ જણાવતા તેણે કહ્યું હતું કે, આ ફિલ્મ રામાયણ જેવા મહાકાવ્યની વાર્તા પર આધારિત છે, જે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક રીતે જાેડાયેલી છે. આ માટે રોલને વધુ વાસ્તવિકતા અને સન્માનની સાથે કરવી એ જ મારી પ્રાથમિકતા હતી. કારણ કે, અમે આ જ વાર્તા સાંભળીને મોટા થયા છીએ. આની સાથે બધી ભાવના અને આધ્યાત્મિકતા જાેડાયેલી છે.
આપને જણાવી દઈએ કે, આદિપુરૂષની રિલીઝ દરમિયાન ફેન્સના ઘણા બધા વીડિયોઝ સામે આવ્યા છે, જેમાં તેમનો આક્રોશ જાેવા મળી રહ્યો છે. એક વીડિયો તો તેલંગાણાના થિએટરનો સામે આવ્યો હતો, જેમાં ફિલ્મ શરૂ થતા ૪૦ મિનિટ મોડું થતાં પ્રભાસના ફેન્સે અહીં તોડફોડ કરી દીધી હતી.
ઉપરાંત હૈદરાબાદથી પણ એક વીડિયો આવ્યો હતો, જ્યાં એક શખસ આદિપુરૂષ ફિલ્મ વિરૂદ્ધ મીડિયાને કંઈક કહી રહ્યો હતો અને ત્યારે જ પ્રભાસના ફેન્સે તેની ધોલાઈ કરી નાખી હતી. બીજી તરફ આદિપુરૂષ ફિલ્મના ડાયલોગ પર સર્જાયેલા વિવાદ પછી લેખક મનોઝ મુંતશિરે પોલીસ પાસે સુરક્ષા માગી હતી. ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે પોતાના જીવને જાેખમ હોવાનું કહી સુરક્ષા માગી હતી.SS1MS