ઔધોગિક તાલીમ સંસ્થા, પાવાગઢ ખાતે “પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી” મેળો યોજાશે
ગોધરા, પંચમહાલ જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતીમેળો આઈ.ટી.આઈ,પાવાગઢ (હાલોલ) ખાતે આગામી તા. ૧૧/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી શરૂ થનાર છે. જેમાં જિલ્લાના વિવિધ એકમો તેઓની વેકેન્સી સાથે હાજર રહેશે.
આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ પાસ અને ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ) લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ મેળામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોને તેઓના જરૂરી પ્રમાણપત્ર અને તેની નકલો સાથે રૂબરૂ હાજર રહેવું તેવું આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા એક અખબારી યાદીમા જણાવેલ છે.