સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપવાના કેસમાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને 5 વર્ષની સજા
કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને ગેરરીતિના કેસમાં પાંચ વર્ષની સજા
અમદાવાદ, પૂર્વ આઈપીએસ પ્રદીપ શર્માને ભુજમાં સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા મામલે વિશેષ અદાલતે દોષી ઠેરવી આકરી સજા ફટકારી છે. કોર્ટે આઈપીસીની કલમ ૧૩ (૨) હેઠળ ૫ વર્ષની જેલની સજા કરી છે.
આ સાથે રૂ. ૫૦ હાજરનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. જો આ દંડ ના ભરે તો ૩ માસની સાદી કેદની સજા થશે. ઉપરાંત, આઈપીસી ની કલમ ૧૧ મુજબ, ૩ વર્ષની સજા અને રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદીની સજા થશે.
મળતી માહિતી મુજબ, પૂર્વ આઈપીએસ અધિકારી પ્રદીપ શર્માને વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યા છે. પ્રદીપ શર્માને ભુજમાં સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર સત્તાના દુરૂપયોગ કરવાનો પણ આરોપ લાગ્યો હતો.
પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ હતા જેમાં બે કેસમાં તેમને નિર્દોષ અને એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા છે. પૂર્વ આઈપીએસ પ્રદીપ શર્માને આઈપીસીની કલમ ૧૩(૨) મુજબ થઇ ૫ વર્ષની સજા અને જો દંડ ના ભરે તો ૩ માસની સાદી કેદ, ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે.
પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેમા વકીલે કોર્ટમાં સજા ઓછી કરવા રજૂઆત કરી હતી. બીજીતરફ સરકારે વકીલે તેનો વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કહ્યું કે આઈએએસ અધિકારી તરીકે ગુનો કર્યો છે તે કોર્ટે માન્યો છે. તેમણે કહ્યું કે આવા અધિકારીને ઓછી સજા થશે તો સમાજમાં ખોટો મેસેજ જશે. સરકારી વકીલે કોર્ટમાં વધુ સજાની માગ કરી હતી. સરકારી વકીલે કહ્યું કે કલેક્ટરની પોસ્ટ ધરાવતા અધિકારીને કડક સજા થવી જોઈએ. તેમણે બચાવ પક્ષનો વિરોધ કરતા કહ્યું કે ઉંમરના આધારે સજા ઓછી થાય તે માગ યોગ્ય નથી. સરકારી વકીલે કહ્યું કે અપરાધીની સજા સાથે લેવાદેવા હોય છે ઉંમર સાથે નહીં. તેમણે કહ્યું કે આ વ્યક્તિગત મામલો નથી પરંતુ દેશ વિરુદ્ધનું કૃત્ય છે.
સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી પ્રદીપ શર્મા સામે વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી તેના બદલામાં પોતાની પત્નીને વર્ષ ૨૦૦૪ માં કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના ૩૦ ટકાની ભાગીદાર બનાવી રૂ. ૨૯.૫૦ લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં ૩૦ સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી હતી.