૨૩મી એપ્રિલથી વલસાડમાં ધારાસભ્યને ત્યાં પ્રફુલભાઇ શુક્લની રામકથા યોજાશે
(પ્રતિનિધિ) વલસાડ. વલસાડ ના ભાગડાવાડા ખાતે ધારાસભ્ય ભરતભાઈ પટેલ ના નિવાસ સ્થાને ૨૩ એપ્રિલ થી ૧ મેં દરમિયાન કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ૮૪૦ મી રામકથા નું ભવ્ય આયોજન સાતમા સર્વ જ્ઞાતિ સમહૂ લગ્ન ના લાભાર્થે કરવામાં આવ્યું છે. જેનું શ્રી ફળ મુહર્ત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના હસ્તે વલસાડ ના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ કે. પટેલ ને અર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રવીણભાઈ પટેલ ધમડાચી,દિનેશભાઈ પટેલ ધમડાચી,અને ધનસુખભાઈ પટેલ પીઠા પડારીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભરતભાઈ પટેલ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરીને ગરીબ દીકરીઓને કન્યાદાન કરીને સાસરે વળાવાય છે. તેમજ અત્યાર સુધી છ સમૂહ લગ્ન થકી ૭૯૦ દીકરીઓ ને ધારા સભ્ય ભરતભાઈ પટેલ દ્રારા કન્યાદાન કરવામાં આવ્યું છે.રામકથા મા દરેક ઉત્સવો ધામ ધૂમ થી ઉજવવામાં આવશે.
કથા ના આચાર્ય પદે વલસાડ ના દિપકભાઈ જંયતિભાઈ જાેષી રહેશે. પ્રફુલભાઇ શુક્લ એ ધારાસભ્ય ભરતભાઈ દ્વારા આયોજિત રામ કથા અને સમૂહ લગ્ન સુપેરે સફળ થાય એવા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે યુવા કથાકાર કિશનભાઇ દવે દ્રારા મંત્રોચાર કરવામા આવ્યા હતા.આ રામ કથા માં સંતો, મહંતો,રાજ્યકીય, સામાજીક, અને ધાર્મિક આગેવાનો દક્ષિણ ગુજરાતમાં થી ઉપસ્થિત રહેશે.