પ્રકાશ રાજ એક એવો વિલેન જેની આગળ ભલભલા હીરો પણ પાણીમાં બેસી જાય
મુંબઈ, બોલીવુડમાં ૯૦ના દાયકામાં ખલનાયક આપણે જેને ગુંડાવાળા પાત્રો કહી તેમાં અમરીશ પુરીનું સૌથી પહેલા આવશે. રુઆબદાર અવાજ, ખતરનાક ભાવ અને ડરામણો ચહેરો ખલનાયકનું રુપ બની ગયું હતું.
અમરીશ પુરીએ ખલનાયકના પાત્રોને એટલી ઊંચાઈએ પહોંચાડી દીધા છે કે તેમના પછી હવે બીજો વિલેન શોધવો દર્શકો માટે મુશ્કેલ થઈ ગયું છે.
બાદમાં વર્ષ ૨૦૦૯માં આવેલી સલમાન ખાનની વોન્ટેડ ફિલ્મે સૌનું ધ્યાન ખેંચ્યું. ખલનાયકીનો એજ જુનો અંદાજ અને લીકથી હટીને એક્ટીંગનો નમનો જોઈ દર્શકોના મગજમાં એક નવા વિલનનો ચહેરો છપાવા લાગ્યો. આગળ જતાં આ વિલેન ખલનાયકીનો કિંગ બન્યો. અમે વાત કરી રહ્યા છીએ પ્રકાશ રાજની. પ્રકાશ રાજે બોલીવુડ સહિત કુલ ૫ ભાષાઓની ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના પાત્રો નિભાવ્યા છે. પણ ખલનાયકીમાં પ્રકાશ રાજનો કોઈ તોડ નથી. આજે પણ પ્રકાશ રાજને બોલીવુડના સૌથી ખૂંખાર વિલન તરીકે ગણવામાં આવે છે.
પ્રકાશ રાજના કેટલાય કિરદાર આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પડદા પર પ્રકાશ રાજની એક્ટિંગ તો સૌ કોઈ જાણે છે કે અસલ જિંદગીમાં પ્રકાશ ખૂબ જ કડક માણસ છે. ૫ વાર નેશનલ એવોર્ડ જીતનારા પ્રકાશ રાજને તેમના નિવેદનને લઈને ૬ વાર ઈંડસ્ટ્રીમાંથી બેન થઈ ચુક્યા છે. પણ પોતાના આદર્શોની પૂજા કરનારા પ્રકાશ રાજે ક્યારે પણ સંકટોથી ડરીને પોતાનું નિવેદન બદલ્યું નથી.
આજે પ્રકાશ રાજનો જન્મ દિવસ છે. ૨૬ માર્ચ ૧૯૬૫ના બેંગલુરુમાં જન્મેલા પ્રકાશ રાજની સ્કૂલિંગ બેંગ્લુરુમાંથી થઈ. સ્કૂલના દિવસોથી જ પ્રકાશ રાજને એક્ટિંગ માટે થિયેટર્સમાં કામ કરવા લાગ્યા.
અહીંથી ધાર આપતા પ્રકાશ રાજનું ફિલ્મી કરિયર શરુ થયું. પ્રકાશ રાજે તમિલ, તેલુગુ અને કન્નડ સહિત મલયાલી ફિલ્મોમાં નાના મોટા રોલ શરુ કર્યા હતા. ફિલ્મોમાં નાના પાત્રોમાં પણ તનતોડ મહેનત કરનારા પ્રકાશ રાજને લોકોએ ઓળખી લીધા. ત્યાર બાદ ફિલ્મોમાં તેના પાત્રો મોટા થવા લાગ્યા અને જોત જોતામાં પ્રકાશ રાજ સાઉથ ઈંડસ્ટ્રીનો ચહેરો બની ગયા.
પોતાના દમ પર કેટલાય વિલેનના કિરદારોથી લોકોના દિલ તોડનારા પ્રકાશ રાજ અસલ જિંદગીમાં બિલ્કુલ હીરોની જિંદગી જીવતા હતા. પ્રકાશ રાજ સાઉથ લોકોના સામાજિક કામો કરવામાં પણ પાછી પાની નથી કરતા. પ્રકાશ રાજે પોતાના કરિયરમાં ક્યારેય પણ મેનેજર નથી રાખ્યો.
ફિલ્મોની પસંદગીથી લઈને દરે કામ તેઓ ખુદ જાતે કરે છે. એટલું જ નહીં પ્રકાશ રાજ પોતાની કમાણીના ૨૦ ટકા ભાગ ચેરિટીમાં પણ આપે છે. પ્રકાશ રાજે ૧ ગામ પણ દત્તક લીધું છે. જેની સમસ્યા પ્રકાશ રાજ ખુદ સંભાળે છે. પ્રકાશ રાજે ૧૨ વર્ષ યુતી સાથે બીજા લગ્ન કર્યા છે.
પ્રકાશ રાજે ૧૯૯૪માં સાઉથ એક્ટ્રેસ લલિતા કુમારી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી પ્રકાશ રાજને ૨ બાળકો અને ૧ દીકરી થઈ હતી. પણ વર્ષ ૨૦૦૪માં દીકરાનું આકસ્મિત નિધન થતાં તેમને અંદરથી તોડી નાખ્યા. આ દુઃખમાંથી બહાર આવતા પ્રકાશ રાજની તેની પત્ની સાથે અણબનાવ થઈ ગયો. પ્રકાશ રાજે ૨૦૦૯માં લલિતા કુમારી સાથે છુટાછેડા લઈ લીધા.SS1MS