પરાક્રમ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સહભાગી થશે

23 જાન્યુઆરીનાં રોજ સાંજે 6:30 કલાકે લાલ કિલ્લા પર કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે
પ્રધાનમંત્રી ભારત પર્વનું ઉદઘાટન પણ કરશે, જે પ્રજાસત્તાક દિનની ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીનાં રોજ સાંજે 6:30 કલાકે લાલ કિલ્લા પર પરાક્રમ દિવસનાં સમારોહમાં સહભાગી થશે.
સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનને યોગ્ય રીતે સન્માન આપવા માટે પગલાં લેવાના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુરૂપ, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને 2021માં પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે લાલ કિલ્લા પર આયોજિત આ કાર્યક્રમ એતિહાસિક પ્રતિબિંબ અને જીવંત સાંસ્કૃતિક અભિવ્યક્તિઓને એકીકૃત વણાટતી બહુમુખી ઉજવણી હશે. આ પ્રવૃત્તિઓ
નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના ગહન વારસોની શોધ કરશે. મુલાકાતીઓને આર્કાઇવ્સના પ્રદર્શનો દ્વારા નિમજ્જન અનુભવ સાથે જોડાવાની તક મળશે, જેમાં દુર્લભ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવશે, જે નેતાજી અને આઝાદ હિન્દ ફૌજની નોંધપાત્ર સફરને વર્ણવે છે. આ ઉજવણી 31 જાન્યુઆરી સુધી ચાલશે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 23થી 31 જાન્યુઆરી દરમિયાન આયોજિત થનારા ભારત પર્વનો પણ શુભારંભ કરશે. તે પ્રજાસત્તાક દિનના ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે, જેમાં 26 મંત્રાલયો અને વિભાગોના પ્રયાસો દર્શાવવામાં આવશે, જેમાં નાગરિક કેન્દ્રિત પહેલો પર પ્રકાશ પાડવામાં આવશે, સ્થાનિક, વિવિધ પ્રવાસન આકર્ષણો માટે અવાજ ઉઠાવવામાં આવશે. લાલ કિલ્લાની સામે રામ લીલા મેદાન અને માધવદાસ પાર્કમાં થશે.