પ્રમુખસ્વામી મહારાજના શણગાર એ દિવ્યતા અને સાદગી હતા
પૂજ્ય આદર્શજીવનદાસ સ્વામી, BAPS
“નગરમાં પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી પ્રતિમાનું દર્શન કરીને તેમની સાદગીયુક્ત સાધુતા અને દિવ્યતાનું દર્શન થાય છે. પ્રમુખસ્વામી મહારાજના શણગાર એ દિવ્યતા અને સાદગી હતા અને તે દિવ્ય મુખારવિંદ જોઈને અને લોકો સ્વામીબાપામાં ખેંચાતા હતા.
વિશ્વવિખ્યાત જાદુગર કે. લાલ કહેતા હતા કે મેં હજારો લોકોની આંખો જોઈ છે વશીકરણના જાદુ કરતી વખતે પણ પ્રમુખસ્વામી મહારાજની આંખો જેવી નિર્મળતા ક્યાંય જોઈ નથી.
પ્રમુખસ્વામી મહારાજ શણગાર નહોતા કરતા પરંતુ તેમના સાદગીરૂપી શણગાર ભલભલા ને આંજી દેતા.”
પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી, BAPS
“આપણાં શાસ્ત્રો મુજબ ભગવાન ને ઓળખવા માટે, એમનું સ્વરૂપ સમજવા માટે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમજ મોક્ષ પામવા માટે ગુરુની આવશ્યકતા છે અને ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ ગુરુભક્તિ છે.
પ્રમુખસ્વામી મહારાજે તેમનું સમગ્ર સમગ્ર જીવન ગુરુમુખી બનીને સમર્પિત કરી નાખ્યું હતું અને સંસ્થાના પ્રમુખપદે હોવા છતાં પણ યોગીજી મહારાજની આજ્ઞા મુજબ આખું જીવન જીવ્યા, માટે જ યોગીજી મહારાજ કહેતા હતા કે “પ્રમુખસ્વામી મહારાજ મારું સર્વસ્વ છે”.
પ્રમુખસ્વામી મહારાજે સ્વયં કહ્યું કહ્યું હતું કે મારી દૃષ્ટિ ભગવાન સામે હોય અને મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારા પર હોય એ રીતે મારા અગ્નિસંસ્કાર કરશો અને તેઓ સમગ્ર જીવન એ જ રીતે જીવ્યા હતા.
મહંતસ્વામી મહારાજે પણ આ ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરીને ગુરુભક્તિ અદા કરી છે.”
પૂજ્ય સ્વયંપ્રકાશદાસ સ્વામી (ડોક્ટર સ્વામી), વરિષ્ઠ સંતવર્ય, BAPS
“સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે, “સંત સમાગમ એ ચિંતામણી તુલ્ય છે” અને પ્રમુખસ્વામી મહારાજનો આપણને સંગ મળ્યો એ આપણા માટે સૌભાગ્યની વાત છે.
ભગવાનને યાદ રાખીને જીવવાનું છે અને એ રીતે જીવશો તો રોજ શતાબ્દી મહોત્સવ છે.”