ભરૂચના નવા તવરા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ભાથીજી મહારાજ,રામાપીર મહારાજ અને વેરાઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાય. સમસ્ત નવા તવરા ગ્રામજનો દ્વારા તારીખ ત્રણ દિવસ સુધી ગામમાં ભાથીજી મહારાજ,રામાપીર મહારાજ અને વેરાઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી કરાઈ હતી.જેમાં શનિવારના રોજ ગામના ઈસકોણ સોસાયટી માંથી ભગવાનની પ્રતિમાઓની શોભાયાત્રા નીકળી હતી.જ્યારે બીજા દિવસે રવિવારના રોજ સવારથી સાંજ સુધી અનવિધાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે મંદિરની પ્રતિષ્ઠા કરાઈ હતી.
જેમાં સવાર થી બપોર સુધી પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ અને સાંજે પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક પુણાવટી તથા સાંજે કલાકે મહા આરતી અને રાત્રે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું તથા ત્યાર બાદ રાત્રીએ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકગાયક કમલેશ બારોટ અને તેઓનું કલાવૃંદ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી.જેમાં નવા તથા જુના તવરા ગામના ગ્રામજનો તથા આસપાસની સોસાયટીના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.