પ્રાંતિજ-સલાલ યાર્ડ ખાતે ડાંગર અને મગફળીની હરાજી શરૂ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ અને સલાલ ખાતે ડાંગર અને મગફળી ની હરાજી શરૂ કરવામાં આવતા પ્રાંતિજ- સલાલ માર્કેટયાર્ડમાં ડાંગર-મગફળી ના વેચાણ અર્થે ખેડૂતો નો ધસારો જોવા મલ્યો .
પ્રાંતિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રાંતિજ ના મુખ્ય યાર્ડ તથા સબયાર્ડ માં ખેત પેદાશો ડાંગર અને મગફળી તાલુકા ની આસપાસ ના ખેડૂતો ને પોષણક્ષમ ભાવો મળી રહે તે ને ધ્યાને લઇ ને બજાર સમિતિ એ ડાંગર અને મગફળી ની હરાજી નો શુભારંભ કરવામાં આવેલ છે જાહેર અને ખુલ્લી હરાજી માં વેચાણ અર્થે પોતાનો માલ લઈને આવનાર ખેડૂતો ને ચોખ્ખો અને સુકો માલ વેચાણ અર્થે લાવે તો સારા ઉપજભાવ આપવામાં ગણી મદદ મળશે તેમ માર્કેટયાર્ડ ના સેક્રેટરી શૈલેષભાઈ પટેલ દ્વારા જાણવા મળ્યું હતું
તો ચાલુ સાલે પ્રાંતિજ તાલુકા માં ડાગર અને મગફળી નું મોટા પ્રમાણમા વાવેતર થયેલ છે અને વાવેતર ની સરખામણીએ સારી કવોલીટી નું મબલખ ઉત્પન્ન પણ થનાર છે ત્યારે ખરીદી કરનાર વેપારીઓએ પણ ખરીદી માટે ઉત્સુક છે ત્યારે તાલુકા ના ખેડૂતો હરાજી માં ભાગ લઇ પોતાની ખેત પેદાશો વેચાણ તેમ જરૂરી હોવાનું બજાર સમિતિ પ્રાંતિજ ના ચેરમેન રાજેશકુમાર એમ.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું .