નીતિશ કુમાર બીજેપીના સંપર્કમાં હોવાનો પ્રશાંત કિશોરનો દાવો
પટના, બિહારની રાજનીતિ ફરીથી ગરમાય તેવા સંકેતો મળી રહ્યા છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત બીજેપીના સંપર્કમાં છે. જાે સ્થિતિ જણાશે તો તેઓ ફરીથી બીજેપી સાથે જાેડાઈ શકે છે. જાે કે બીજી તરફ જનતા દળે તેમના આ દાવાને ભ્રામક ગણાવી નકાર્યો છે.
પ્રશાંત કિશોર આ દિવસોમાં બિહારમાં પદયાત્રા કરી રહ્યા છે. તેમની આ મુલાકાતને સક્રિય રાજકારણમાં જાેડાવાના પ્રથમ પગલા તરીકે જાેવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, નીતિશ કુમારે સાંસદ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ મારફત ભાજપ સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. આ સંદર્ભે તેમના જવાબ માટે હરિવંશને મોકલવામાં આવેલ પ્રશ્નનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ તેમની પાર્ટીએ દાવાને નકારી કાઢ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે નીતિશ કુમાર ફરી ક્યારેય ભાજપ સાથે હાથ મિલાવે નહીં.
પ્રશાંત કિશોરના દાવાને લઈને જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, કુમારે જાહેર કર્યું છે કે તેઓ તેમના જીવનમાં ફરી ક્યારેય ભાજપ સાથે હાથ નહીં મિલાવશે. ત્યાગીએ કહ્યું કે, અમે તેમના દાવાને નકારીએ છીએ.
કુમાર ૫૦ વર્ષથી સક્રિય રાજકારણમાં છે જ્યારે કિશોર છ મહિનાથી સક્રિય છે. કિશોરે ભ્રમ ફેલાવવા માટે આવી ભ્રામક ટિપ્પણી કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, પ્રશાંત કિશોરે ૨ ઓક્ટોબરે પશ્ચિમ ચંપારણના ભીતિહરવા સ્થિત ગાંધી આશ્રમથી તેમની પદયાત્રા શરૂ કરી છે. સિસ્ટમ પરિવર્તન માટે લોકોના સમર્થન માટે તેઓ આગામી ૧૨-૧૫ મહિનામાં ૩,૫૦૦ કિમીની યાત્રા કરશે.HS1MS