ખેડબ્રહ્મા કોલેજમાં પ્રતિભા સન્માન અને વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, આર્ટસ અને કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં તા. ૧૮- ૩- ૨૦૨૩ ના રોજ શ્રી વી.ડી. પંચાલ જાણીતા શિક્ષણવિધના અધ્યક્ષ સ્થાને પારિતોષિક વિતરણ, વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાઈ ગયો. તેમા સંસ્થાના કા. આચાર્યશ્રી ડૉ.વી.સી નિનામાએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી નિમંત્રિતોને શાબ્દિક પરિચય સાથે આવકાર્ય હતા. એ પછી તેમનું સ્વાગત કરાયું હતું.
ત્યારબાદ ડો કે.ડી. પટેલે શૈક્ષણિક વર્ગ ૨૦૨૨-૨૩ ના વાર્ષિક અહેવાલનું વાંચન કર્યું હતું. એ પછી વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. એ પછી વર્ષ ૨૦૨૨-૨૩ ની યુની. પરીક્ષામાં સંસ્થામાં પ્રથમ ક્રમ ત્રણ ક્રમાંકે સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીને તથા સંસ્થામાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં કાર્યક્રમ એનએસએસ, એનસીસી, રમતગમત આદિ ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરનાર પ્રથમ ત્રણ ત્રણ વિદ્યાર્થીને પુસ્તક પ્રમાણપત્ર આદિથી સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએચડી પદવી મેળવી હોય અને પુસ્તક પ્રકાશિત થયુ હોય તેવા પ્રાધ્યાપકોને તેમજ વિદ્યાર્થીઓને પણ સન્માન આવ્યા હતા. મોદી વિશાખાબેન નયનભાઈ અને વાઘેલા ધર્મેન્દ્રપાલસિંહ ને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે સન્માનવામાં આવ્યા હતા.
એ પછી મુખ્ય મહેમાન શ્રી જેઠાભાઇ કે પટેલે પ્રસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ અતિથિ વિશેષ યોગેન્દ્રભાઈ અગ્નિહોત્રીએ સંસ્થા અને ગૌરવ સમાન ઐતિહાસિક ક્ષણો ગૌરવ પૂર્વક યાદ કરી જ્ઞાન પ્રાપ્તિનું મહત્વ સ્પષ્ટ કર્યું. વિદ્યાર્થીઓને સંકુચિતતા ટાળી સમાજમાં પોતાની ઓળખ સ્થાપિત કરવા પર ભાર મૂકતું વક્તવ્ય આપ્યું હતું. ડો રાજેશ ડામોર ઓર્થોપેડિક સર્જન ઇડરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
એ પછી ડો એચ એચ ચૌહાણએ પાથેયનુ વાંચન તથા વિતરણ કર્યું હતું. ત્યાર પછી કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વીડી પંચાલ સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મનનીય વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારો કારોબારી સભ્યો તથા અનેક વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. અંતે ડો એમ બી પરમારે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું આયોજન ડો કે ડી પટેલ ડો હરપાલસિંહ ચૌહાણ અને શ્રી સુરેશભાઈ ચૌહાણે કર્યું હતું. તથા સંચાલન ડૉ. આર જે દેસાઈએ કર્યું હતું.