સમાજ સુધારક જ્યોતિરાવ ફુલેના રોલમાં પ્રતિક ગાંધી
મુંબઈ, ભારતના મહાન સમાજ સુધારક દંપતિ જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના સંઘર્ષમય જીવનને દર્શાવતી બાયોપિક ‘ફુલે’ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં પ્રતિક ગાંધીએ મહાત્મા જ્યોતિરાવ ફુલેનો રોલ કર્યાે છે, જ્યારે તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફુલેના રોલમાં પત્રલેખા જોવા મળશે. જ્યોતિરાવ ફુલેની ૧૯૭મી જન્મજયંતિ નિમિત્તે આ ફિલ્મ ૧૧ એપ્રિલના રોલ રિલીઝ થવાની છે.
ડાન્સિંગ શિવા ફિલ્મ્સ, કિંગ્સમેન પ્રોડક્શન્સ અને ઝી સ્ટુડિયો દ્વારા આ ફિલ્મનું પ્રોડક્શન થયું છે. નેશનલ એવોર્ડ વિનિંગ અનંત મહાદેવને તેનું ડાયરેક્શન કર્યં છે. ‘ફુલે’માં ૧૯મી સદીના બ્રિટિશ કાલીન ભારતની સ્ટોરી છે.
જડ અને રૂઢિચુસ્ત સમયમાં ફુલે દંપતિએ કન્યા શિક્ષણનો પાયો નાખ્યો હતો. પૂણે ખાતે ૧૯૪૮માં ભારતની પ્રથમ કન્યાશાળા બની હતી. આ શાળા બનાવવા ફુલે દંપતિના અથાગ પ્રયાસ અને સંઘર્ષને ફિલ્મમાં દર્શાવાયા છે.શિક્ષણની જ્યોત પ્રસરાવવાની સાથે જ્યોતિરાવ-સાવિત્રીબાઈ ફુલેએ તત્કાલીન સમાજની જાતિ વ્યવસ્થા, બ્રિટિશ શાસન અને મહિલા અસામનતાનો પણ સામનો કર્યાે હતો.
અનંત મહાદેવને કહ્યું હતું કે, રૂ-જનરેશને આ ફિલ્મ જોવી જ જોઈએ. ઈતિહાસના પુસ્તકોમાં આપણને જાણવા મળ્યું છે, તેના કરતાં ઘણું વધારે આ ફિલ્મમાં જોવા મળશે. ગત વર્ષે જ્યોતિરાવ ફુલેની ૧૯૬મી જન્મજયંતિ નિમિત્તે ફિલ્મનું પોસ્ટર શેર થયું હતું. અનંત મહાદેવને દાવો કર્યાે છે કે, તેમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરાયા નથી.SS1MS