અમદાવાદ કલેકટર તરીકે પદભાર સંભાળતાં સુશ્રી પ્રવીણા ડી.કે.
જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી વિકાસની ગતિને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં નવનિયુક્ત કલેકટરશ્રી
અમદાવાદ કલેકટર તરીકે આજે સુશ્રી પ્રવીણા ડી.કે.એ પદભાર સંભાળ્યો ત્યારે વિવિધ અધિકારીઓ તથા કર્મચારીઓએ તેમને પુષ્પગુચ્છથી આવકારી શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે સુશ્રી પ્રવીણા ડી.કે.ને અમદાવાદ કલેકટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખાતે કલેકટર તરીકે કાર્યરત શ્રી ધવલ પટેલને ખાણ-ખનીજ વિભાગના કમિશનરની જવાબદારી સોંપાતા આજે નવનિયુક્ત કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.એ ચાર્જ સંભાળ્યો હતો.
સુશ્રી પ્રવીણા ડી.કે. 2009ની બેચના આઈએએસ અધિકારી છે. તેઓ ગાંધીનગર કલેકટર તરીકે કાર્યરત હતા. તેની પહેલાં તેઓ કચ્છ કલેકટર તરીકે ફરજ બજાવતાં હતાં. આ અગાઉ તેઓ બોટાદ તથા સાબરકાંઠાના કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે.