આસામમાં વર્ષ ૧૯૭૧ પહેલાના શરણાર્થીને નાગરિકતા યોગ્યઃ સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં આસામ સમજૂતીને માન્યતા આપતી નાગરિકતા ધારાની કલમ ૬છને વાજબી ઠેરવી છે. આ કલમ ૧૯૭૧ પહેલા આવેલા બાંગ્લાદેશી શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરે છે.
નાગરિકતા ધારામાં ૧૯૮૫માં આ કલમનો ઉમેરો કરાયો હતો. તેનો હેતુ ૧૯૬૬-૧૯૭૧ વચ્ચે ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન)ના શરણાર્થીઓને ભારતીય નાગરિક આપવાનો છે. જોકે તે પછી આવેલા લોકોને નાગરિકતા મળશે નહીં.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે ૪ઃ૧ બહુમતીથી કલમ ૬છને કાયદેસર ઠેરવી હતી.
જોકે જસ્ટિસ જેબી પારડીવાલાની અસંમતિ ચુકાદો આપ્યો હતો. ખંડપીઠે જણાવ્યું હતું કે “કોર્ટના નિર્ણયનો અર્થ એ છે કે ૧ જાન્યુઆરી, ૧૯૬૬ અને ૨૫ માર્ચ, ૧૯૭૧ વચ્ચે બાંગ્લાદેશથી આવેલા બિન-નિવાસી ભારતીયો નાગરિકતા માટે પાત્ર છે.
આ અંતર્ગત જેમને નાગરિકતા મળી છે તેઓ તેમની નાગરિકતા જાળવી રાખશે.” સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરીને આ આદેશ જારી કર્યાે હતો.
અરજીમાં દલીલ કરાઈ હતી કે બાંગ્લાદેશી શરણાર્થીઓના આગમનથી આસામના વસ્તી વિષયક સંતુલન ખોરવાઈ જશે તથા નાગરિકતા કાયદાની કલમ ૬A રાજ્યના મૂળ રહેવાસીઓના રાજકીય અને સાંસ્કૃતિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન મોટાપાયે પ્રમાણમાં શરણાર્થીઓને ધસારાને પગલે ૧૫ ઓગસ્ટ ૧૯૮૫માં કેન્દ્ર અને આસામા ચળવળના પ્રતિનિધિઓ વચ્ચે આસામ સમજૂતી થઈ હતી.
સુપ્રીમ કોર્ટે ૨૫ માર્ચ, ૧૯૭૧ને વાજબી કટ-ઓફ તારીખ ગણાવી હતી. જસ્ટિસ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે “શરતો પૂરી કરવાને આધીન કટ-ઓફ તારીખો વચ્ચે નાગરિકતા આપી શકાય છે.
૨૫ માર્ચ, ૧૯૭૧ પછી આવેલા ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપી શકાય નહીં. પોતાના અસંમત ચુકાદામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલાએ ગુરુવારે જણાવ્યું હતું કે નાગરિકતા કાયદાની કલમ ૬છ મનસ્વી અને બંધારણીય રીતે અમાન્ય છે. કલમ ૬છની ખુલ્લી પ્રકૃતિથી અને બનાવટી દસ્તાવેજોને કારણે તેનો દુરુપયોગ થઈ શકે છે.
૧૨૭ પાનાના અસંમતિ ચુકાદોમાં જસ્ટિસે જણાવ્યું હતું કે અરજીની કોઈપણ અંતિમ તારીખ વગર કલમ ૬છ આસામમાં વધુ ઘૂસણખોરોને પ્રોત્સાહન આપે છે. આવા લોકો ૧૯૬૬ પહેલાના અથવા ૧૯૬૬-૭૧ પહેલા વિદેશી તરીકેની ઓળખ આપી શકે છે અને બનાવટી દસ્તાવેજો રજૂ કરી છે.
નાગરિકતા ધારાની કલમ ૬છનો જે ઉદ્દેશ્ય હતો કે એક દૂરનું સ્વપ્ન રહી ગયું છે અને સમય પસાર થવાની સાથે તેનો દુરુપયોગ વધતો ગયો છે.SS1MS