Western Times News

Gujarati News

PPP મોડલ થકી સાયબર સિક્યોરિટી માટે બજેટમાં ફાળવણીમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા

આઈટી અને ટેલિકોમ સેક્ટર માટે બજેટ પૂર્વેની અપેક્ષાઓ –શ્રી પિંકેશ કોટેચા, એમડી અને ચેરમેનઈશાન ટેક્નોલોજીસ

આપણે બજેટ 2024-25 તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે અમે પાંચ ટ્રિલિયન ડોલરના વિઝનને સાકાર કરવાની ભારતની જરૂરિયાત પર ભાર મૂકતા અર્થતંત્ર ઉદ્યોગમાં ઘણા મહત્વના ફેરફારોની અપેક્ષા રાખી રહ્યા છીએ. અમે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ થકી વ્યૂહાત્મક અમલીકરણ સાથે સાયબર સિક્યોરિટી માટે ફાળવણીમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા રાખીએ છીએ. અમે સાયબર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાઓ વધારવા પર વધુ ધ્યાન અપાશે

તેવી વિશ્વાસપૂર્વક ધારણા રાખીએ છીએ. આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ દેશના વિકાસને આગળ વધારવા માટે હવે ભારતમાં જીસીસી હબમાં ઉછાળો આવ્યો છે ત્યારે ડેટા સેન્ટર ઊભી કરતી ભારતીય કંપનીઓ માટે પ્રોત્સાહનો નિર્ણાયક છે.

આ પ્રોત્સાહનો ડિજિટલી સશક્ત તથા સુરક્ષિત રાષ્ટ્ર માટેના સરકારના વિઝનની સાથે રહીને આઈટી ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. અમે એવી પણ અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ઉદ્યોગની જરૂરિયાતો મુજબના સ્કીલિંગ અને રીસ્કીલિંગ પ્રોગ્રામ્સમાં રોકાણ કરે. ઊભરતા આઈટી ક્ષેત્રમાં આગળ વધવા માટે વર્કફોર્સને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા ખૂબ જ જરૂરી છે.

5જીના ઉત્સાહજનક રોલઆઉટ અને ભારતનેટ થકી ગ્રામીણ સમુદાયોને જોડવાના હાલ ચાલી રહેલા મિશન વચ્ચે ઉદ્યોગ જગત મજબૂત અને સમાવેશક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે સરકારના નિર્ણાયક સમર્થન માટે આતુર છે. સૌપ્રથમ તો મેટ્રો અને મિની-મેટ્રોથી પણ આગળ વધીને હાઈ-સ્પીડ કનેક્ટિવિટી વિસ્તારીને ડિજિટલ ડિવાઈડનું અંતર પૂરવા પર ધ્યાન અપાવું જોઈએ.

ભારતનેટ ફેઝ-2માં રિજનલ આઈએસપીને સામેલ કરવુએફટીટીએચ માટે વીજીએફ સાથે રિજનલ આઈએસપીને સક્ષમ કરવાથી ઝડપી લાસ્ટ માઇલ રોલઆઉટ થઈ શકશે. વાયેબિલિટી ગેપ ફંડિગ દ્વારા સમર્થિત સુધારેલા ભારતનેટ કનેક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં ખાનગી કંપનીઓની મહત્વની ભૂમિકાને ઓળખે છે. આ ન કેવળ ટિયર-1 શહેરોને સશક્ત બનાવે છે

પરંતુ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં વૃદ્ધિને પણ આગળ ધપાવે છે જેનાથી વેપાર-ધંધાનો વિકાસ થાય છે તથા સમુદાયો મહત્વની માહિતી તથા સેવાઓ મેળવી શકે છે. આ ઉપરાંતઈશાન જેવા ભારતીય એમએસએમઈ માટે ટેલિકોમ સેક્ટરમાં આગળ વધે તે માટે અમે સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તે લાઈસન્સિંગ પ્રોસીજર્સને સુવ્યવસ્થિત કરે અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૂરી પાડે. બિનજરૂરી અવરોધો ઘટાડીને સરકાર ઈશાન જેવા એમએસએમઈની ઉદ્યોગ સાહસિક ભાવનાને મુક્ત કરી શકે છે અને અમને ગ્લોબલ ટેલિકોમ ચેમ્પિયન બનાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.