બધા રોગોમાં વાયુની પ્રબળતા- વાયુના અલગ અલગ પ્રકાર
વાયુ પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુખવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘસખલન, અડદિયો વા. સર્વાઈકલ સ્પોન્ડિલાઈટીસ, વિશ્વાયી (હાથમાં થતો રાંઝણ જેવો દુઃખાવો),
અવબાહુક (ફોઝન શોલ્ડર), શરીરમાં સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, વાત કંટક (પગની એડીમાં કાંટો ભોંકાતો હોય તેવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો. વધુ પડતા ઓડકાર આવવા. પેટમાં આફરો થવો, અનિંદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો. ચામડી લખી અને બરછટ થિ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.
વાયુના અલગ અલગ પ્રકારઃ શીતતા- વાયુથી શરીર ઠંડુ થઇ જાય છે. રોમ હર્ષ-વાયુ ચામડીમાં પ્રવેશી શરીરમાં રોમાંચ ઉત્પન્ન કરે છે. ભીરુત્વ- વાયુથી ભયપેદા થાય છે. ભેદવાયું- થી સોય ભોંકાતી હોય તેવી વેદના થાય છે. કંડુ-વાયુથી શરીરમાં ખંજવાળ આવે છે. રસારીતા- વાયુથી મોંમાં સ્વાદનો ખ્યાલ આવતો નથી.
શબ્દાક્ષતા-વાયુથી કાને બહેરાશ આવે છે. પ્રસુતિ-વાયુથી ચામડીની સ્પર્શશક્તિ નાશ પામે છે. ગંધાજ્ઞતા-વાયુથી સુગંધ કે દુર્ગંધનો ખ્યાલ આવે નહિં. દ્રષ્ટિક્ષય- વાયુથી દૃષ્ટિનો નાશ થાય હનુસ્તંભ- હડપચી સ્થગિત થાય, આંખ, મોં, ચહેરાની શીકલ ફરી જાય. મોં વાંકુ બને. ઉરુસ્તંભ ચીકણા મેદમાં ભળી પગથી ઘૂંટણ સુધી વ્યાપી ઘૂંટણ અખડાઈને નિષ્ઠીય અને આક્ષેપક- સમગ્ર શરીરમાં પ્રસરી શરીરને હલબલાવી દે છે. શીરોગ્રહ-પીઠભાગમાં રક્ત આધારીત મગજના સ્નાયુઓને નિષ્ઠીય બનાવી વેદના ઉત્પન્ન કરે છે.
આ વાયુ અસાધ્ય છે. બ્રહ્માયામ પીઠથી શરૂ કરી છેક નીચે કમર સુધીનો ભાગ ખેંચી રાખે છે. અભ્યતરાયામ- પેટની તરફ ધનુષ સમાન ખેંચ લાવે છે. પશ્વાશુલ-પેટના અંદરના ભાગમાંથી પાંસળીઓમાં દર્દ થાય છે. પક્ષાધાત-કુપિત વાયુ શરીરના ઉભા અડધા ભાગમાં શિકા તથા સ્નાયુઓનું શોષણ કરી સાંધાના જાડાણ ઢીલાં કરી ચેતના વિનાનાં બનાવી દે છે.
એને અર્ધાગ વાયુ પણ કહે છે. કોષ્ટુશીર્ષ-વાયુ લોહીમાં ભળી ઘૂંટણમાં ફેલાઈ સોજા ઉત્પન્ન કરે છે. ત્યાં ભારે વેદના થાય છે. મન્યાસ્થંભ વાયુ સાથે કફ ભળવાથી ગળું સજ્જડ થઈ જાય છે.
આથી ગળું ફેરવી કે હલાવી શકાતું નથી. પંગુ-કુપિત વાયુ કમર નીચેના ભાગમાં જઇને મોટી શિરાઓને નબળી પાડી બંને પગ લથડાવી દે છે. કપાલ ખંજ- અવાર નવાર કંપારી આવે અને ચાલતી વખતે પગ વાંકા પડે. તુની પકવાશય તથા મૂત્રાશયમાં બળતરા ઉત્પન્ન થાય છે. પ્રતિતુની-ગુદા તથા યોનિના સ્થાને વેદના ઉત્પન્ન થાય છે. પકવાશય તથા મૂત્રાશયના સ્થાને કરડવા જેવી વેદના ઉત્પન્ન થાય છે. ખંજ-વાયુથી પગ શિથિલ થઈ જાય છે. પાદહર્ષ-વાયુ સાથે કફ ભળી પગમાં રસીની જેમ પરુથી ઝણઝણાટી ઉત્પન્ન થાય છે. ગુહાસી-વાયુ પીઠ, કેડ, ઘૂંટણ, નિતંબ, પગ આ સ્થાનો પર કમરથી પ્રવેશ કરી ફરતો ફરતો આ સ્થાનોની ક્રિયાઓ સ્થગિત કરી દે છે.
વિશ્વાચી- હાથની આંગળી ઉપર શિરામાં પ્રવેશી બાહુ સુધી શિરામાં પ્રસરી વાયુના કર્મનો નાશ કરે છે. અપબાહુક- હાથમાં જારથી પકડવા સમાન પીડા થાય છે. અપતાનક-વાયુ હૃદયમાં પહોંચી દૃષ્ટિ તથા ચેતનાને વિકૃત કરી બેશુદ્ધ કરે છે અને ગળામાંથી વિચિત્ર શબ્દો નીકળે છે. જ્યારે હૃદયમાંથી વાયુનું દબાણ હળવું થાય ત્યારે સંપૂર્ણ ભાન આવે છે.
વરના થમ-આ વાયુ આઘાત નિર્મિત ક્ષણમાં પીડા ઉત્પન્ન કરે છે. અંગ ભેદ-આ વાયુ સર્વ અંગોને પીડા આપે છે. વાત કંટક-પગ કોઈ દબાણ પર પડવાથી અથવા ચાલતાં શ્રમને લીધે પગના તળિયામાં વેદના ઉત્પન્ન થાય છે. અપતંત્રક-વાયુ ઉર્ધ્વગામી થઈને હૃદય, માથુ તથા શરીરના અન્ય ભાગને પીડા આપી ધનુષ્યની જેમ શરીરને ફેરવે છે. એમાં નજર જડ બને છે. અંચળતા જાગે છે.
વ્યક્તિ ગંગળાની જેમ બોલે છે. સિનમીન-આ વાયુની અસરથી વ્યક્તિ ગંગણુ બોલે છે એટલે કે નસકોરામાંથી બોલે છે. કલ્લતાં- આ વાયુ પ્રકોપ સમયે ગળામાંથી શબ્દો નીકળતા નથી. અસ્ટનલિકા-નાભિના નીચેના ભાગમાં પથ્થર જેવી ઊંચી, ગોળ અથવા ધન સ્વરૂપ ગ્રંથિ ઉત્પન્ન થાય છે. મળમૂત્ર તતા વાયુ નિરોધ થાય છે અને તે સ્થળે વેદના ઉપડે છે.
કૃત્યષ્ટિલા- અષ્ટનલિકાની જેમ ત્રાંસુ કે લાંબુ અને વેદનાયુક્ત હોય છે. મળમૂત્ર અને વાયુનો અવરોધ થાય છે. વામનત્વ-વાયુ ગર્ભાશયમાં પહોંચી ગર્ભને વિકૃત બનાવે છે. આથી બાળકની ઊંચાઈ વધતી નથી. કુબ્જત્વ-વાયુની શીરામાં અસર થતાં પીઠ તથા છાતીમાં વેદના થાય છે. અંગપીડા-શરીરના કોઈ કે બધા ભાગમાં પીડા થાય છે.
અંગશૂલ-સર્વાગે શૂળ ઉત્પન્ન થાય છે. સંકોચ-સવોંગે શરીરને જડ બનાવે છે. સ્તંભ-શરીર અચેતન બને છે. ભંગઅંગ- સર્વાંગનું ભેદન કરે છે. રુક્ષ- શરીર બરછટ બને છે. સ્તંભ-શરીર અચેતન બને છે. ભંગઅંગ-સ્વાંગનું ભેદન કરે છે. રુક્ષ- શરીર બરછટ બને છે. અંગવિબ્રંશ-શરીરના કોઈ એક ભાગની ચેતના જતી રહે છે. વદ્રષ્ટિકા-પકવાશયમાં વાયુપ્રકોપથી મળ સખત બને છે.
મુક્તિતત્વ-મોંઅહિથી અવાજ નીકળે નહિં. અતિજમત્વ-થી બગાસાં આવે છે. અત્યુદ્રાર-આમાશયમાં વાયુ ભરાવાથી ઓડકાર વધુ આવે છે. વાતપ્રકૃતિ- અપાન વાયુ પ્રકોપને કારણે ગુદા માર્ગે સરણ વધુ પ્રમાણમાં થાય છે. સ્ફૂરણથી અંગસ્ટ્રચરણ થાય છે. શિરાપુરણ-શિરાની અંદર જઈને વાયુ જીર્ણશીર્ણ કરે છે.
શ્યાવત- વાયુથી શરીર કાળું પડી જાય છે. પ્રલાપથી વ્યક્તિ આડુ અવળું બોલ્યાં કરે છે. ક્ષપ્રમૃત્રતા-વાયુથી વારંવાર અને પુશ્કળ પ્રમાણમાં પેશાબ થાય. નિદ્રાનાશ- વાયુથી નિદ્રાનાશ થાય છે. સ્વેદનાશ-વાયુથી પરસેવો થતો નથી. દુર્બલ્ત્વ-વાયુથી વ્યક્તિ શક્તિહીન બને છે. બલક્ષય-વ્યક્તિ બલહીન થાય છે.
શુકાતી પ્રવૃત્તિ- વાયુ શુક્ર ધાતુમાં ભળી ધાતુને અતિ પાતળી કરે છે. શુક્રકાશ્યા- વાયુથી શુક્ર ધાતુ ક્ષીણ થાય છે. શુક્રનાશ-વાયુ શુક્ર ધાતુને શોષી લે છે. અનાવસ્થિત ચિતત્વ વાયુથી ચિત્ત અસ્વસ્થ બને છે. કમદુન્ય વાયુથી શરીર સખત બની જાય છે. વિરસ્વ્તા- વાયુથી મોંમાંથી સ્વાદ નષ્ટ થઈ જાય છે. કષાયવકતૃતા- વાયુથી મોં ગંદુ થઈ જાય છે.
અશ્માન- પકવાશયમાં વાયુ પ્રસરી પેટ ધમણની માફક ફૂલી અવાજ કરે છે તથા વેદના થાય છે.-કટીગ્રહ-કમર પૂરી આકડાઈ જાય છે. દડાયટાનક- શરીરનાં અંગો લાકડા જેવાં જડ થઈ જાય છે.
ખાલી – પેટ, પગ, નિતંબ, હાથ વગેરેમાં ક્રમશઃ શૂળ ઉત્પન્ન થાય છે. જીહ્વવાસ્તંભ- જીભ જડ બની જાય છે. તેથી ભોજન ગળામાં ઉતારતી વખતે તકલીફ પડે છે. આદીર્ત-માથું, નાક, હોઠ, ઘૂંટણનાં હાડકાં, કપાળ અથવા નેત્ર સાંધામાં મોંની સીકલ ફેરવી નાંખે છે. આથી ગળાનો ભાગ વાંકો થઇ જાય. માથામાં ધ્રૂજારી આવે. પ્રત્યાશ્માન-વાયુ આમાશયમાં જઈ મ્યુક્સ-ચીકાશ સાતે ભળી પેટની ફાંદ વધારે છે.
વાયુનો ગોળો, વાયુનો ગોળો થઇ ગભરામણ થતી હોય તો બે-બે ગોળી લસુનાદિવટી નવશેકા પાણી સાથે સવાર, બપોર અને સાંજે લેવી. એક ગલાસ તાજી મોળી છાશમાં એક ચમચી હિંગવાષ્ટક ચૂર્ણ જમ્યા પછી બપોરે અને રાત્રે લેવું. સવારે અને સાંજે થોડું ચાલવાં જવું. તીખો, તળેલો, ગરમ મસાલાવાળો આહાર બંધ કરવો.
સરળતાથી પચે તેવો જ ખોરાક લેવો. ૪૦ ગ્રામ લસણ છોલી, પીલી, તેમાં હિંગ, જીરુ, સિંધવ, સંચળ, સૂંઠ, મરી અને પીપરનું ચૂર્ણ ૧-૧ ગ્રામ નાંખી ચણી બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી અને ઉપર એરંડમળનો ઉકાળો પીવાથી પક્ષાઘાત, સર્વાગવાયુ, ઊરુસ્તંભ, કૃમિશ્રળ, કમરનો દુઃખાવો, કૂખનો દુઃખાવો, પેટમાંનો વાયુ વગેરે તમામ પ્રકારના વાયુરોગ દૂર થાય છે. વાના રોગીઓ માટે લસણ સર્વાેત્તમ છે.
વાયુને લીધે હૃદય પર દબાણ આવી ગભરામણ થતી હોય તો મિષ્ટાન્ન, ફરસાણ, ઘી-તેલ વગેરે બંધ કરી માપસર જ ખોરાક લેવો. રોજ સવાર-સાંજ મધ્યમ ગતિથી એક એક કલાક ચાલવું. અજમો અને ગઠોડાનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ ચાર ગ્રામ જેટલું સવાર-સાંજ પાણી સાથે લેવું.
બપોરે અને રાતે શંખવટી નામની ૧-૧ ગોળી ભોજન પછી પાણી સાથે ગળી જવી. રાસ્ના, ગળો, દેવદાર, સૂંઠ અને એરંડાના મૂળ સરખા વજને લઈ અધકચરો ભૂકો કરી એક ચમચી જેટલો ભૂકો એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ઠંડો પાડી પીવાથી માત્ર વાયુને લીધે થતાં બધાં રોગો મટે છે.
આમવાતમાં પણ આ ઉકાળો હિતકારી છે. ૪૦૦ મિલિ ઊકળતા પાણીમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂરણ નાંખી ૨૦-૨૫ મિનિટ ઢાંકી રાખવું ઠંડુ થયા બાદ વ†ની ગોળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી વાયુ, પેટનો આફરો, ઉંદરશૂળ મટે છે. હિંગાષ્ટક ચૂર્ણ સવાર, બપોર, સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટે છે.
જેઓ દરરોજ હિંગાષ્ટક ચૂર્ણ લે છે. તેમને કદી ગેસની તકલીફ થતી નથી. સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વ†ગાળ ચણમાં ૪૦૦ ગ્રામ બી કાઢએલી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે.
સંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાંખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે. વાયુ અને કફ દોષ ૧ લીટર પાણીમાં ૧ ચમચી (૮૫ ગ્રામ) તાજા નવો અજમો નાંખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. આ પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દીમાં ખાસ લાભપ્રદ છે.
એનાથી કફજન્ય હૃદયનું શૂળ, પેટમાં વાયુપીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગિન, બરલનું દર્દ, પેટનાં કરમિયાં, અજીર્ણનાં ઝાડા, કોલેરા, શરદી, સળેખમ, બહુમૂત્ર, ડાયાબીટીસ, જેવા અનેક દર્દીમાં ખાસ લાભપ્રદ છે. પીપરીમ્ળના ભેદનાર-તોડીને બહાર કાઢનાર, કફ
અને વાયુના રોગો, પેટના રોગો, આફરો, ગોળો, બરોળ, કૃમિ, શ્વાસ તથા ક્ષયને મટાડનાર છે. વાયુથી જકડાઈ ગયેલા અંગ પર ઉંમરાનું દૂધ ચોપડી રૂ ચોંટાડવાથી ફાયદો થાય છે. બળતરા થતી હોય તો ઉમરાનું દૂધ સાકર મેળવી લગાડવું. સરગવાનાં કુમળાં પાન, ફૂલ કે શીંગનું શાક ખાવાથી વાયુ મટે છે. – શ્રી રામ વૈદ્ય ૯૮૨૫૦૦૯૨૪૧