“દૂસરી મા” સીરીયલમાં કામિનાના પાત્રને ધિક્કારવાનું લોકોને ગમે છે.”
પ્રીતિ સહાયઃ “દર્શકોને &TV પર દૂસરી મામાં કામિનાના પાત્રને ધિક્કારવાનું ગમે છે.”
એન્ડટીવી પર દૂસરી અભિનેત્રી પ્રીતિ સહાય ઉર્ફે કામિનીને નકારાત્મક ભૂમિકા ભજવવા માટે પ્રેમ અને ધિક્કારની ભાવનાઓ સાથે ચાહકોને ખુશ કરી રહી છે. એક મજેદાર વાર્તાલાપમાં આ પ્રતિભાશાળી અભિનેત્રી કલાકાર અને માતા તરીકે તેનો પ્રવાસ અને તેણે અંગત અને વ્યાવસાયિક રીતે સામનો કર્યા તે વિવિધ પડકારો વિશે વાત કરે છે.
1. અભિનેત્રી તરીકે તારો પ્રવાસ કઈ રીતે શરૂ થયો?
હું મારા પરિવારમાં એકમાત્ર અભિનેત્રી છું. હું આઠ વર્ષની હતી ત્યારે લખનૌમાં દૂરદર્શન પર બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું. મારા શાળાના દિવસમાં મેં અનેક નાટકોમાં ભાગ લીધો હતો, પરંતુ અભ્યાસમાં પણ મારી પકડ સારી હતી. મારી બાળ કલાકાર તરીકે કારકિર્દી સહજ શરૂ થઈ,
પરંતુ હું મુંબઈમાં આવી અને ફિલ્મો અને ટીવી શો માટે ઓડિશન આપવા લાગી ત્યારે ખરેખર સંઘર્ષ કરવો પડ્યો. આ મુશ્કેલ પ્રવાસ હતો, કારણ કે હું અહીં કોઈને જાણતી નહોતી અને ઉદ્યોગનો કોઈ મેન્ટર પણ નહોતો. મેં મારા અમુક જૂના થિયેટરના સંપર્કોનો ઉપયોગ કર્યો અને દિનેશ ઠાકુર સાથે નાટક કર્યું.
આ પછી મેં ટેલિવિઝન શો માટે ઓડિશન કર્યું અને ઘણી બધી સિરિયલોમાં કેમિયો અને એપિસોડિક ભૂમિકાઓમાં આવ્યો. અને વર્ષોના સંઘર્ષ પછી મને બાલિકા વધુમાં ભૂમિકા મળી, જે મેં લગભગ છ વર્ષ સુધી ભજવી. જોકે મેં દહલીઝમાં પ્રથમ વાર નકારાત્મક પાત્ર ભજવ્યું હતું,
જે શો બે વર્ષ ચાલ્યો હતો, જેને કારણે ટીવી વેમ્પ તરીકે મને ભરપૂર નામના મળી. તાજેતરનાં ત્રણ વર્ષમાં મેં મારાં માતા- પિતાને ગુમાવ્યાં, પરંતુ સર્વ સમયે તેઓ મને માર્ગદર્શન આપી રહ્યાં છે અને મને ટેકો આપી રહ્યાં છે તે હું જાણું છું.
2. તેં આ ઉદ્યોગમાં જીવનસાથી પણ શોધી કાઢ્યો. આ વિશે વધુ કહેશે?
હું કોઈક અભિનેતાને પરણીશ એવી ક્યારેય કલ્પના કરી નહોતી. મારા એક શો દરમિયાન હું કુલદીપને મળી હતી. તે જ શોમાં એ કામ કરતો હતો, જ્યાં અમે એકબીજાના પ્રેમમાં પડ્યા અને આખરે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું.
હું ગર્ભવતી બની ત્યારે કામ અને ઉદ્યોગમાંથી મારા પુત્રની સંભાળ લેવા માટે અને સુંદર માતૃત્વનો તબક્કો માણવા માટે બ્રેક લીધો હતો. મારા પતિએ મારા નિર્ણયને ટેકો આપ્યો. હવે મારું સંતાન મોટું થયું છે અને બધું સમજે છે, જેથી મેં ફરી કારકિર્દી શરૂ કરવાનું નક્કી કર્યું.
3. આ ઝડપી યુગમાં અભિનેત્રી તરીકે તારી કારકિર્દી ફરી શરૂ કરવાનું આસાન હતું?
બિલકુલ આસાન નહોતું. મારા બ્રેકને લીધે મને ઓફર કરાતી ભૂમિકાથી મને સંતોષ નહોતો. આ ઝડપી યુગમાં યોગ્ય ભૂમિકા મેળવવાનું પડકારજનક હતું. જોકે મેં પ્રયાસ ચાલુ રાખ્યા. ઘણા બધા ઓડિશન અને મિટિંગો પછી આખરે મને બોલીવૂડના દિગ્ગજ શ્રી અમિતાભ બચ્ચન સાથે ટીવી કમર્શિયલ મળી.
તેમણે મારા અભિનયની સરાહના કરી અને આગામી ટીવી કમર્શિયલ માટે તેમના પુત્ર અભિષેક બચ્ચનને મારું નામ સૂચવ્યું. બિગ બીએ નોંધ લીધી તે મારા જીવનનો સૌથી આનંદિત અવસર હતો. તેનાથી ઉદ્યોગમાં મારો પ્રવાસ ફરીથી શરૂ કરવાનો મને આત્મવિશ્વાસ મળ્યો અને આજે આ મુકામ પર છું. દૂસરી મામાં કામિની તરીકે ટેલિવિઝન પર સૌથી મનોરંજક પાત્રમાંથી એક ભજવી રહી છું.
4. દૂસરી મા સિરિયલ કઈ રીતે મળી?
આશરે દસ વર્ષ પૂર્વે મેં મારા એક શો માટે એપિસોડિક ભૂમિકા કરી હતી, જ્યાં હું અમારા શોના ડાયરેક્ટર ઈમ્તિયાઝજીને મળી હતી. એક દાયકા પછી ફરી તેમની સાથે અને આવા સુંદર પાત્ર સાથે કામ કરવા મળશે એવું ધાર્યું નહોતું. આ ભૂમિકા માટે તેમણે મારો વિચાર કર્યો તેની મને ખુશી છે.
જોકે મને કામિનીનું પાત્ર ભજવવા માટે કોલ આવ્યો ત્યારે હું હા કહી શકી નહોતી. સેટ જયપુરમાં હોવાથી હું મારા પરિવારથી આટલા દૂર રહી શકું એમ નહોતી. જોકે મારા પુત્રએ મને આ તક ઝડપી લેવા કહ્યું. તેણે કહ્યું કે હું મોટો થઈ ગયો છું અને મારી ગેરહાજરીમાં તેના પિતા સંભાળ લઈ શકે છે. તેના શબ્દો મને સ્પર્શી ગયા અને મેં હંગામી ધોરણે જયપુરમાં જવા તૈયાર થઈ.
5. જયપુરમાં શૂટિંગનો અનુભવ કેવો રહ્યો અને તારા સહ- કલાકાર સાથે તારું કેવું જોડાણ છે?
જયપુરમાં મને દૂસરી મા માટે શૂટ કરવાની મજા આવી. ટીમ અદભુત છે અને અમારા પરિવારથી અમે દૂર હોવાથી અમે હવે એકબીજાનો પરિવાર બની ગયા છીએ. અમારું જોડાણ દરેક વીતતા દિવસ સાથે મજબૂત બની રહ્યું છે, અમે ઝી સ્ટુડિયોની નજીક રહીએ છીએ, જ્યાં અમે એકત્ર ખાઈએ છીએ અને બધી ઉજવણી કરીએ છીએ.
અમે શૂટ પર નહીં હોઈએ ત્યારે આ સુંદર શહેર જોઈએ છીએ અને અહીંની વાનગીઓ ઝાપટીએ છીએ. મને મારા પરિવારની ખોટ સાલે છે. હું રોજ મારા પુત્ર અને મારા પતિ જોડે અચૂક વાત કરું છું. અહીંના લોકો બહુ જ સારા છે અને તેથી મને ક્યારેય કંટાળો આવતો નથી.
6. કામિની નકારાત્મક પાત્ર છે અને દર્શકોને તેને ધિક્કારવાનું ગમે છે. તને આ બાબતે કેવું લાગે છે?
કલાકાર તરીકે મને પડકારજનક ભૂમિકાઓ ગમે છે. વેમ્પ અને કામિની જેવી નકારાત્મક ભૂમિકા મારે માટે અત્યંત પડકારજનક છે, કારણ કે મારા વ્યક્તિત્વથી તે વિપરીત છે. મને કામિની માટે ધિક્કાર અને પ્રેમ બંને મળે છે, જે સોશિયલ મિડિયા પર હું બહુ માણું છું. ઈમાનદારાથી કહું તો કામિની દૂસરી મામાં અસલી કમીની છે (હસે છે).
તે વિચિત્ર છે પણ રમૂજી છે. કામિનીનું પાત્ર મને સમજાવવામાં આવ્યું ત્યારે ખાસ કરીને તેના તકિયાકલામ આદત તો નહી હમારી ઈશ્યુ બનાને કી બહુ ગમ્યું.
આ તકિયાકલામને દર્શકો પાસેથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આસાન શબ્દોમાં કહું તો દર્શકોને કામિનીને ધિક્કારવાનું ગમે છે અને અમે આ પાત્ર થકી તે જ હાંસલ કરવા માગીએ છીએ. મારા કામની સરાહના થઈ રહી છે તેની મને ખુશી છે. મને સંતોષ થાય છે અને કલાકાર તરીકે ઉત્ક્રાંતિ પામવામાં મને મદદ થઈ રહી છે. હંમેશાં કશુંક નવું શીખવા મળે છે.