પ્રીતિ ઝિન્ટા લગ્ન કર્યા વિના જ બની ગઈ હતી મમ્મી
મુંબઈ, આઈપીએલ શરુ થતાં જ એક એક્ટ્રેસનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. તે કેટલાય વર્ષોથી પોતાની આઈપીએલ ટીમ સંભાળી રહી છે. તે આઈપીએલની ગ્લેમર ગર્લ છે. પણ તેના ચુલબુલ સ્વભાવ અને હસમુખા ચહેરાની પાછળ એક સંવેદનશીલ માતા છે, જે આઈપીએલ ટીમ સાથે સાથે પોતાના ડઝનબંધ બાળકોનું ધ્યાન રાખી રહી છે, જે લગ્ન પહેલા જ તેની જિંદગીમાં આવી ચુક્યા હતા.
અમે ડિંપલ ગર્લ પ્રીતિ ઝિન્ટાની વાત કરી રહ્યા છીએ, જેણે બિઝનેસમેન ઝીન ગુડએનફ સાથે લગ્ન કરીને મા બનવા માટે સરોગેસીનો રસ્તો અપનાવ્યો અને જોડીયા બાળકોની માતા ગઈ. જો કે, તે લગ્ન પહેલાથી જ ૩૪ બાળકોની માતાનું દાયિત્વ નિભાવી રહી છે, જે અનાથ અને ગરીબ હતા.
પ્રીતિ ઝિન્ટા ફિલ્મોની સાથે સાથે મહિલાઓ અને બાળકોની ભલાઈ માટે કામ કરતી રહી છે તે નેક કામમાં કેટલીય સંસ્થામાં ભાગીદાર છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો તે ૩૪ બાળકોનું રહેવાનું, ખાવા-પીવાનું, ભણતરની તમામ જરુરિયાત પુરી પાડે છે, જેને તેણે વર્ષો પહેલા ખોળે લીધા હતા. પ્રીતિ ઝિન્ટા હંમેશા હસતી દેખાઈ, પણ તેની આ સ્માઈલ પાછળ અઢળક દુઃખ છુપાયેલું છે.
જેને કિશોરાવસ્થામાં તેણે વેઠ્યું છે. હકીકતમાં જોઈએ તો, તે જ્યારે ફક્ત ૧૩ વર્ષની હતી, ત્યારે જ તેના પિતાને ખોઈ દીધા. તે પિતાને ગમમાંથી હજુ બહાર આવી નહોતી, ત્યાં બે વર્ષ બાદ મમ્મી જતી રહી. પ્રીતિ ઝિન્ટાને ત્યારે અનુભવ થયો કે મા-બાપ વિનાની જિંદગી કેટલી મુશ્કેલ હોય છે.
જ્યારે તેણે અનાથ બાળકોનું દર્દ જોયું, જેમની આગળ-પાછળ કોઈ નહોતું. ૪૯ વર્ષની પ્રીતિ ઝિન્ટાએ ખુદ આ બાળકોને પોતાના નજીકના હોવાનો અહેસાસ કર્યો. તે ૩૪ બાળકીઓને ખોળે લેવાના નિર્ણયને સૌથી સાચો નિર્ણય માને છે.
એક્ટ્રેસે ફિલ્મ લાહૌર ૧૯૪૭માં મોટા પડદા પર વાપસી કરશે, જેમાં તે સની દેઓલ સાથે લીડ રોલ નિભાવી રહી છે. આઈપીએલ ટીમ પંજાબની ફ્રેન્ચાઈઝીમાં પ્રીતિ ઝિન્ટાની ભાગીદારી છે. તે પોતાના ૩૬ બાળકોની સાથે સાથે આઈપીએલને પણ સંભાળી રહી છે.SS1MS