સુરતના કડોદરામાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો
સુરત, કહેવાય છે કે, પ્રેમ આંધળો છે અને જે પ્રેમને પામવા માટે પ્રેમીઓ અનહદ સુધી જઈ શકે છે તેવા આપણે અવાર નવાર કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં કેટલાક પ્રેમી પંખીડાઓ એકબીજાને પામી શકે તેમ ન હોય ત્યારે કોઈ ઉપાય કે, સુજાવ મેળવવાના બદલે ફક્ત મોતને વ્હાલું સમજી લેતા હોય છે, ત્યારે ફરી એકવાર સુરતના કડોદરાથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
જ્યાં પ્રેમી પંખીડાઓ આપઘાત કર્યો છે.આ પ્રેમીઓની વિગતે વાત કરીએ તો મધ્યપ્રદેશની ૧૩ વર્ષની સગીરાને યુવક કડોદરા લઇ આવ્યો હતો. જાે કે, રાત્રી દરમિયાન મધ્યપ્રદેશની પોલીસ તેમને શોધવા માટે આવી હતી. ત્યારે તે લોકોને લાગ્યું હવે પોલીસના હાથે પકડાઈ જઈશું અને જુદા થઈ જઈશુ. જેના ડરથી આ પ્રેમી પંખીડાઓએ સરગમ એપાર્ટમેન્ટના ૫માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
પ્રેમી પંખીડાઓ રૂમમાં હતા ત્યારે પોલીસે દરવાજાે પણ ખખડાવ્યો હતો. જે દરવાજ ખટખટાવ્યા બાદ સતત ૫ મિનિટ સુધી પોલીસે ખોલવાની રાહ જાેઈ હતી. પરંતુ તેમણે દરવાજાે ખોલ્યો ન હતો. ત્યારબાદ આ બંન્નેએ ફ્લેટના પાંચમાં માળેથી છલાંગ લગાવી લીધી હતી. જાે કે બાદમાં બંનેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે બંનેના મોત થયા હતાં. SS3SS