Western Times News

Gujarati News

પ્રેમીપંખીડાને જીવનું જાેખમ, કોર્ટમાં જતાં હવે મળ્યું પોલીસ પ્રોટેક્શન

અમદાવાદ, આપણા સમાજમાં લગ્ન પહેલા સાથે રહેવાને એટલે કે લિલ-ઈન રિલેશનશિપ સ્વીકારવામાં આવતા નથી. આજે જ્યારે કોઈ કપલ સાત ફેરા લેતા પહેલા સાથે રહેવા લાગે છે ત્યારે માત્ર ઘર-પરિવારમાં જ નહીં પરંતુ સમાજમાં પણ હોબાળો મચી જાય છે.

તેવામાં પણ જાે યુવક અને યુવતીના પરિવારને સંબંધો મંજૂર ન હોય ત્યારે તેમના જીવને જાેખમ રહેતું હોય છે. આપણે રોજ સમાચારમાં તેવા ઘણા કિસ્સા સાંભળ્યા છે જ્યારે પ્રેમસંબંધનો કરુણ અંત આવતો હોય. તેથી જ આવા કપલ્સ પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શન માગવા લાગ્યા છે. પાટણમાં થયેલા હાલની ઘટનાની વાત કરીએ તો, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા અને લગ્ન કરવા માગતા કપલને પોલીસ પ્રોટેક્શન આપવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

પાટણના એક પ્રેમીપંખીડા તરફથી હાઈકોર્ટમાં રિટ કરીને તેવી રજૂઆત કરવામાં આવી હતી કે, બંને પાત્ર પુખ્તવયના થઈ ગયા છે, પરંતુ તેમની હજી લગ્ન માટેની વય થઈ નથી.

બંનેએ લિવ-ઈન રિલેશનશિપ માટે કરાર કર્યા છે અને તેઓ સાથે રહે છે. લગ્નની ઉંમર થાય ત્યારબાદ તેઓ પરણવા માગે છે. પરંતુ તેમના માતા-પિતાએ આ સામે સખત વાંધો છે અને તેનાથી તેમને જીવનું જાેખમ છે. તેથી પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. હાઈકોર્ટે દલીલને ધ્યાનમાં લઈને કપલને પ્રોટેક્શન આપવા કહ્યું હતું.

પાલનપુરમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરનારા દંપતીને પોલીસ પ્રોટેક્શન આપવાની અરજી હાઈકોર્ટે મંજૂર કરી હતી.

કપલે જણાવ્યું કહ્યું કે, અમદાવાદમાં ૧૫મી જુલાઈના રોજ લગ્ન કર્યા હતા અને બંને પુખ્યવયના છે. તેથી તેમને તેમના જીવનનો ર્નિણય લેવાનો હક છે.

જાે કે, તેમના પરિવારને લગ્ન મંજૂરી નથી અને તેથી તેમના જીવનું જાેખમ હોવાથી પોલીસને આદેશ કરીને સલામતી પૂરી પાડવામાં આવે. આ કેસમાં પણ પોલીસને દંપતીને પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો હતો. બીજી તરફ પોલીસ પ્રોટેક્શનની અરજી મંજૂર થતાં બંને કપલે રાહતનો શ્વાસ લીધો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.