જયંતીભાઈ રાવળના ઘરે રસોઈ બનાવવાની તૈયારીઓ આઘાત અને આક્રંદોમાં ફેરવાઈ ગઈ
કાલોલના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ભયાનક અગંનજવાળાઓમાં 21 રહીશો ઝપટમાં આવી જતા આ ગોઝારી ઘટનાને પગલે ભયંકર હાહાકાર
(તસ્વીર:-મનોજ મારવાડી, ગોધરા) કાલોલ તાલુકાના રામનાથ ગામે આજરોજ સાંજે જયંતીભાઈ રાવલ ના રસોઈ બનાવવાની તૈયારીઓ સમયે અચાનક ગેસનો સિલિન્ડર આગની ઝપટમાં આવી ગયા બાદ આગ બુઝવવા માટે દોડી આવેલા ઘરના સભ્યો પડોશીઓના એકત્ર સમૂહ વચ્ચે થયેલા ભયંકર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ સાથે પ્રસરી ગયેલા આ ભયંકર અગંનજવાળાઓ મા અંદાજે 21 જેટલા કે જેમાં મહિલાઓ ,
બાળકો અને અન્ય રહીશો લપેટાઈ જઈને દાઝી જતા સમગ્ર રામનાથ ગામમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. અને અગનજવાળાઓ ની ઝપટમાં આવી ગયેલા આ ઇજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સો, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે સૌ-પ્રથમ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવ્યા બાદ આ તમામ ઈગ્રસ્તોને 10 જેટલી 108 એમ્બ્યુલન્સો મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા એમ્બ્યુલન્સો ની સાયરનો થી કાલોલ થી ગોધરા સુધીનો માર્ગ ગોઝારી ઘટના ના પગલે ધ્રુજી ઉઠ્યો હતો..
કાલોલ તાલુકાના રામનાથ ગામને કરુણત ના ગોઝારા દ્રશ્યો સાથે હચમચાવી દેનારા આજ મોડી સાંજ ની ઘટના મા રાવળ ફળિયામાં રહેતા જયંતીભાઈ રાવળ ના ઘરે સાંજના સુમારે રસોઈ બનાવવા ની ચાલી રહેલ તૈયારીઓ વચ્ચે અચાનક ગેસ સિલિન્ડરનો બોટલ ગેસ લીકેજ સાથે આગની ઝપટમાં આવી ગયો હોવાની અધર શ્વાસોની બુમો સાથે રસોડામાં દોડી આવેલા ઘરના સ્વજનો અને આડોશ પાડોશના રહીશો કંઈક સમજે આ પહેલા જ ધડાકાભેર ગેસ સિલિન્ડર ના બ્લાસ્ટ સાથે ફેલાયેલ અગનજ્વાળાઓ એટલી ગંભીર હતી કે
ઘરના બારી બારણા તોડીને બહાર આવેલ આ ભયંકર અગંજવાળાઓ માં ઘરમાં હાજર અને ઘર બહાર ઉભેલા રહીશો પણ અગનજ્વાળાઓ ની લપેટમાં આવી જતા સમગ્ર રામનાથ ગામમાં જબરજસ્ત હાહાકાર પ્રસરી જવા પામ્યો હતો. આ ઘટના સ્થળે હાજર રહેલા સ્થાનિક રહીશોનું કહેવું છે કે એક પછી એક બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘર વખરી અને અને બારી બારણાઓ પણ તૂટીને બહાર ફેંકાઈ ગયા હતા.
અને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા રામનાથ ગામના 21 ઇજાગ્રસ્તો પૈકી ગંભીર ઇજાગ્રસ્તો મા ઘર માલિક જયંતીભાઈ રાવળ અને વિષ્ણુભાઈ ઓડ ને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રવાના કરાયા છે જોકે રામનાથ ગામની આ ગોઝારી દુર્ઘટનાના ઇજાગ્રસ્તો અને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા હોવાની ખબરો સાથે ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત અને ડી.વાય.એસ.પી.એન.વી. પટેલ પોતાની ટીમો સાથે હાજર રહીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવારો મળે આ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબો અને કર્મચારીઓની ટીમોને સજજ રાખી હતી..
ઈજાગ્રસ્ત દર્દીઓના નામો:-
વિશનુંભાઈ અરવિંદભાઈ ઓડ (ઉ.વ.૨૨ )