ખેડા જિલ્લામાં ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ

(પ્રતિનિધિ) નડિયાદ, ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુનનબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. ખેડા જિલ્લામાં મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં આગામી ૯મી ઓક્ટોબરે ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે રંગબેરંગી રોશની સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબ(સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આગામી તા.૯ મી ઓક્ટોમ્બરે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાં શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ- પરીવાર સોસાયટી, સક્કરકુઈ, ગાજીપુરવાડા, હમઝા પાર્ક, ઇરશાદ નગર, મલારપુરા, દલાલ પાર્ક, મોહદીસે આઝમ નગર,પરિવાર સોસાયટી, ખેડા, મહુધા, વસો, મિત્રાલ, નરસંડા, ઉત્તરસંડા મહુધા, મહેમદાવાદ, માતર, દંતાલી, સંધાણા ,હેજરાવાદ સહિત શહેર ગામોમાં ઈદે મિલાદના તહેવારને લઈ ધાર્મિક સ્થળો, મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહી છે.