દાનહમાં ૩૦મી નવેમ્બરે પીએમ વિઝીટની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ
(પ્રતિનિધિ) સેલવાસ, સંઘપ્રદેશ સેલવાસ દાદરા નગર હવેલીમાં ૩૦નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી વિઝિટની તૈયારી ચાલી રહી છે પ્રશાસન ની સાથે લોકભાગીદારીથી પ્રદેશ ને શણગારવામાં આવશે. પ્રદેશની અનેક મહત્વની યોજનાઓનુ ખાતમુહૂર્ત સાથે તૈયાર યોજનાઓનુ લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામા આવશે.દાનહમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી આવતી ૩૦નવેમ્બરના રોજ આવી રહ્યા છે જેને લઇ એપીજે અબ્દુલ કલામ કોલેજના હોલમા પ્રશાસક પ્રફુલભાઇ પટેલની અધ્યક્ષતામા જનપ્રતિનિધિઓ સામાજીક સંગઠનો તેમજ ઉદ્યોગ જગતના લોકો સાથે બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
છેલ્લા સાત વર્ષમાં કેન્દ્ર તરફથી અનેક સોગાતો મળી છે જેમા એક નાના પ્રદેશમા ૧૫૦સીટની મેડીકલ કોલેજ અને એ પણ ખાતમુહૂર્ત કર્યાના ગણતરીના સમયમા તબીબી તાલીમ ઉભી કરાવી એ એક મહત્વની ઘટના કહી શકાય જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે તેની સાથે સાથે વિવિધ શૈક્ષણિક અને વિકાસીય કાર્યોનુ પણ ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરવામા આવશે.
હોલમાં ઉપસ્થિત લોકોને પ્રશાસક પ્રફુલભાઇ પટેલે જણાવ્યુ કે પ્રધાનમંત્રીના આગમનને પ્રદેશના દરેક લોકો એક ઉત્સવના ભાગરૂપે લેશે અને એમણે જે પ્રદેશના વિકાસને ગતિ આપી છે. એના આભાર રૂપે સ્વૈચ્છિક રીતે ફળિયા મહોલ્લાને શણગારી પ્રધાનમંત્રીનુ સ્વાગત કરવા કરી ઉત્સવ મનાવવા આહવાન કર્યું હતું. આ અવસરે પ્રશાસક પ્રફુલભાઇ પટેલ,દમણના સાંસદ લાલુભાઇ પટેલ,દાનહ જીલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવર, દમણ જીલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ,સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ સહિત ઉદ્યોગપતિઓ, સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.