Western Times News

Gujarati News

ઈસરોના અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલવા માટેની તૈયારીઓ

(એજન્સી)નવી દિલ્હી, ભારત અને અમેરિકા અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ઘણા પગલાં લેવા જઈ રહ્યા છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને હાલમાં કહ્યું છે કે, અમેરિકન સ્પેસ એજન્સી ઈસરોના એક અવકાશયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેવાની તાલીમ આપીને ત્યાં મોકલવામાં આવશે.

ક્રિટિકલ એન્ડ એડવાન્સ ટેક્નોલોને પ્રોત્સાહન આપવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને આગળ વધશે. તેમણે વધુમાં કહ્યું કે, ગયા વર્ષે અમે ભારત ગયા હતા. ભારત અને અમેરિકા માનવતાના ભલા માટે સાથે મળીને કામ કરવા તૈયાર છે.

બિલ નેલ્સને કહ્યું કે, “અમે અવકાશના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરીશું અને ઈસરો તરફથી એક અવકાશયાત્રીને આઈએસએસપર જવા, ત્યાં રહેવા અને પાછા ફરવાની તાલીમ આપવામાં આવશે. આ ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાનને આગળ વધારવામાં મદદ કરશે.” તેણે આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહી છે.

ઉલ્લેખનીય છે કે, નેલ્સને આ વાત ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના સમકક્ષ જેક સુલિવન વચ્ચેની બેઠક બાદ કહી હતી. સુલિવને સોમવારે કહ્યું હતું કે, ઈસરો અવકાશયાત્રીઓને અદ્યતન તાલીમ આપવામાં આવશે.
બિલ નેલ્સને વધુમાં કહ્યું કે, નાસા ભારતીય અવકાશયાત્રીઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સંયુક્ત મિશન કરશે.

મહત્ત્વપૂર્ણ છે કે, બંને નેશનલ સિક્યોરીટી એડવાઇઝરએ સ્પેસ ફ્લાઈટ સહયોગ અને વ્યૂહાત્મક માળખાના વિકાસ માટે વાતચીત કરી હતી. નાસા અને ઈસરોના અવકાશયાત્રીઓનો આ પ્રથમ સંયુક્ત પ્રયાસ હશે. શક્ય છે કે, ભારતીય અવકાશયાત્રીઓ આ વર્ષના અંત સુધીમાં આઈએસએસ માટે ઉડાન ભરી શકે છે.

શક્ય છે કે, ઈસરો ચાર અવકાશયાત્રીઓને તાલીમ માટે પસંદ કરે. નાસા અને ઈસરો મળીને ઈસરો સિન્થેટિક એપરચર રડાર એટલે કે નિસાર લોન્ચ કરવા જઈ રહ્યા છે.

આ મિશન ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે. તે દર ૧૨ દિવસમાં બે વાર પૃથ્વીનો નકશો બનાવશે. જેક સુલિવાન અને એનએસએસ અજીત ડોભાલ વચ્ચેની વાતચીત બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપગ્રહ નાસા અને ઈસરોએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.