Western Times News

Gujarati News

ખાલિસ્તાની આતંક ઉપર જોરદાર પ્રહારની તૈયારી

નવી દિલ્હી, કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ગતિવિધિઓ તેજ થયા બાદ ભારતે પણ જવાબી કાર્યવાહી કરી છે. NIA એ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (OTF) ના આતંકીઓ રિંદા, લાંદા અને ત્રણ અન્ય વિશે જાણકારી આપવા બદલ કેશ રિવોર્ડની જાહેરાત કરી છે. એજનસીએ બુધવારે સૂચીબદ્ધ આતંકવાદી હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંદા, અને લખબીર સિંહ સંધુ ઉર્ફે લાંદાની સૂચના આપનારાઓને ૧૦-૧૦ લાખ રૂપિયા કેશ ઈનામ આપવાની જાહેરાત કરી છે.

NIA તરફથી આ આતંકવાદીઓના ત્રણ સહયોગીઓ પરમિંદર સિંહ કૈરા ઉર્ફે પટ્ટુ, સતનામ સિંહ ઉર્ફે સતબીર સિંહ ઉર્ફે સત્તા અને યદવિંદર સિંહ ઉર્ફે યદ્દા વિશે જાણકારી આપનારાઓને ૫-૫ લાખ રૂપિયાની કેશ રિવોર્ડની જાહેરાત કરાઈ છે. તમાં પાંચ મામલા ભારતની શાંતિ અને સાંપ્રદાયિક સદભાવને બગાડવા અને પંજાબ રાજ્યમાં આતંક ફેલાવવાના હેતુથી બીકેઆઈની આતંકી ગતિવિધિઓ સાથે જાેડાયેલા છે. એનઆઈએએ યુપીએ ની કલમ ૧૭, ૧૮, ૧૮ બી, અને ૩૯ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

વોન્ટેડ આતંકીઓ પર પંજાબમાં આતંકવાદી હાર્ડવેર અને નશીલા પદાર્થોની તસ્કરી કરવાનો આરોપ છે. આ સાથે જ વેપારીઓ અને અન્ય પ્રમુખ વ્યક્તિઓ પાસેથી જબરદસ્તીથી વસૂલી દ્વારા આતંકી સંગઠન બીકેઆઈ માટે ધન ફેગુ કરવા અને દહેશતગર્દી ફેલાવવાનો પણ મામલો છે. જે આતંકીઓ પર એજન્સીએ ઈનામ જાહેર કર્યું છે તે પંજાબ રાજ્યમાં આતંકનો માહોલ બનાવવા માટે ટાર્ગેટ કિલિંગ્સ અને કાનૂન પ્રવર્તન એજન્સીઓને નિશાન બનાવવામાં વોન્ટેડ રહ્યા છે.
એનઆઈએની તપાસમાં ખબર પડી છે કે આ આતંકવાદીઓ પૈસાની લાલચ આપીને નવા લોકોને બીકેઆઈમાં ભરતી કરવામાં લાવ્યા હ તા.

તેમણે ભારતના વિવિધ ભાગોમાં પોતાની આતંકી ગતિવિધિઓને વધારવા માટે વિવિધ દેશોમાં એક નેટવર્ક પણ સ્થાપિત કર્યું છે. હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંદા હાલ પાકિસ્તાનમાં છૂપાયેલો છે. તે ભારત તરફથી વોન્ટેડ આતંકી છે અને મૂળ રીતે ગેટ નંબર ૫, સચખંડ, ગુરુદ્વારા હજૂર સાહિબ, જિલ્લા નાંદેડ મહારાષ્ટ્રનો છે. તેનું સ્થાયી સરનામું પંજાબમાં તરનતારન જિલ્લો છે.

જ્યારે લાંદા પંજાબના તરનતારન જિલ્લાના ગામ હરિકેનો રહીશ છે. પરમિંદર સિંહ ખેરા ઉર્ફે પટ્ટુ બાંધેલવાલા પંજાબ જિલ્લાના ફિરોઝપુરનો રહીશ છે. સતનામ સિંહ ઉર્ફે સતબીર સિંહ ઉર્ફે સત્તા તરનતારનના નૌશેરા પન્નુઆન ગામનો રહીશ છે. યાદવિંદર સિંહ ઉર્ફે યદ્દા પણ તરનતારન જિલ્લાના જ ચંબા કલા ગામનો રહીશ છે. એનઆઈએએ લોકોને અપીલ કરી છે કે આ આતંકીઓ વિશે કોઈ પણ જાણકારી તેના દિલ્હી હેડક્વાર્ટર કે ચંડીગઢ બ્રાન્ચ ઓફિસમાં આપી શકો છો. જાણકારી આપનારાનું નામ ગુપ્ત રાખવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.