સામાન્ય ટ્રેનોના કોચ બદલીને વંદે ભારત જેવા બનાવવા તૈયારી
નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે. લગભગ એક જ કલાકના ભાષણમાં તેમણે આ વખતે લોકોને આકર્ષિત કરે તેવી લોભામણી જાહેરાતો કરવાથી કિનારો કરી લીધો હોય તેવું દેખાયું છે.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકારનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. બજેટ ભાષણ પૂરું થયા બાદ હવે ગૃહની કાર્યવાહીને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. નાણામંત્રીએ આ બજેટમાં ટ્રાન્સપોર્ટ અને રેલવે માટે મોટી જાહેરાતો કરી છે.
સરકાર સામાન્ય ટ્રેનોના કોચ બદલીને વંદે ભારત જેવા બનાવવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત મેટ્રો અને નમો રેલને અન્ય શહેરોમાં પણ શરુ કરવામાં આવશે.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે નવી સંસદમાં પ્રથમ વખત અને કુલ છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ દરમિયાન નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું, “યાત્રીઓની સલામતી, સુવિધા અને આરામ માટે ૪૦,૦૦૦ સામાન્ય રેલવે કોચને વંદેભારત ટ્રેનના કોચની જેમ અપગ્રેડ કરવામાં આવશે.
આ સાથે નાણામંત્રીએ ઊર્જા, ખનીજ અને સિમેન્ટ માટે ત્રણ નવા રેલ કોરિડોર બનાવવાની પણ જાહેરાત કરી છે, આ કોરિડોરની ઓળખ પીએમ ગતિ શક્તિ હેઠળ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ કોરિડોરથી ખર્ચમાં ઘટાડો થશે અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે. આ ઉપરાંત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ પણ ચાલી રહ્યું છે જે દેશનો વિકાસ દર વધારવામાં પણ મદદ કરશે. SS2SS