ખેડબ્રહ્મા જયઅંબે સેવા સમિતિ દ્વારા સ્ટીલનો વૈકુંઠ રથ નગરપાલિકાને અર્પણ
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માની જય અંબે સેવા સમિતિ દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસે નગરપાલિકાને સ્ટીલનો વૈકુંઠ રથ અર્પણ કરવામાં આવ્યો. ખેડબ્રહ્મા શહેરનો ઉત્તરોતર વ્યાપ વધતાં સ્મશાન ગૃહ જવું દૂર પડતું હતું. ત્યારે ખેડબ્રહ્મા શહેરની સેવાભાવી જયઅંબે સેવા સમિતિ દ્વારા એલઇડી તથા મ્યુઝિક સિસ્ટમ તથા સબ સાથે અન્ય લોકો પણ બેસી શકે તેવી સગવડ સાથે આકર્ષક વૈકુંઠ રથ (શબવાહિની) બનાવી નવરાત્રિના પ્રથમ દિવસે નગરપાલિકાને અર્પણ કર્યો હતો.
નગરપાલિકા દ્વારા તેનુ સંચાલન થશે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સાગરભાઇ પટેલ, ઉપપ્રમુખ જીગ્નેશભાઈ જાેશી, કારોબારી ચેરમેન બ્રિજેશભાઈ બારોટ, અરવિંદભાઈ રાવલ, જયઅંબે સેવા સમિતિના સદસ્યો હરેશભાઈ ગંગગાણી, રમેશભાઈ વાઘવાણી, હરેશભાઈ સિંધી, હસમુખભાઈ ચૌહાણ તથા સુધીરભાઈ ચૌહાણ વિગેરે હાજર રહ્યા હતા.