વારસાનું જતન અને કારીગરોનું સશક્તિકરણઃ એમેઝોન સાથે ગરવી ગુર્જરીની સફર
ગરવી ગુર્જરીની સફર ગુજરાતના હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટના સમૃદ્ધ વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવાની ઊંડી પ્રતિબદ્ધતા સાથે શરૂ થઈ હતી. કારીગરો અને વણકરોને ટેકો આપવાની જરૂરિયાતથી પ્રેરાઇને ગરવી ગુર્જરીને ગ્રામીણ કારીગરોને સશક્ત બનાવવા અને સમકાલીન બજારો માટે પરંપરાગત ડિઝાઇન વિકસાવવા માટે શરૂ કરવામાં આવી હતી.
એમેઝોનની મદદથી બ્રાન્ડ વૈશ્વિક સ્તરે તેમની હસ્તકળા ડિઝાઇનોને વેચવામાં સક્ષમ બની હતી, જેનાથી વિશ્વભરના લોકોએ આ ખાસ હાથથી બનાવેલી પ્રોડક્ટ્સને વખાણી છે. આ અદ્ભુત વાર્તા નાના વ્યવસાયોની અસરને દર્શાવે છે, જે તેને સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઈ) દિવસ માટે ઊજવણીનું સાર્થક કારણ બને છે!
પારંપરિક હસ્તકલા અને કૌશલ્યો અદ્રશ્ય થવાનું જોખમ છે તેવું વ્યાપક સર્વેમાં જાણીને ગરવી ગુર્જરીની યાત્રા શરૂ થઈ. આ વાસ્તવિકતા જાણીને તેમણે એક ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો, જેણે કારીગરોને જ્ઞાન અને સાધનોથી સજ્જ કરવામાં મદદ કરી. આ પ્રોગ્રામે માત્ર તેમના સમૃદ્ધ વારસાને જાળવવામાં જ નહીં, પરંતુ આધુનિક ગ્રાહકોની સંવેદનાઓને સ્વીકારવામાં પણ મદદ કરી. તેમની સફરને વધુ વિસ્તૃત કરવા માટે, ગરવી ગુર્જરીએ આ કુશળ કારીગરોને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએસએચએચડીસી) સાથે ભાગીદારી કરી.
એમેઝોન સાથેની ભાગીદારી-એમેઝોન સાથે ગરવી ગુર્જરીએ સહયોગ કર્યો ત્યારે એક મહત્વનો વળાંક આવ્યો હતો. એમેઝોન પ્લેટફોર્મની વિશાળતાથી સશક્ત બનેલી બ્રાન્ડને તેમની ઉત્કૃષ્ટ રચનાઓને વૈશ્વિક પ્રેક્ષકો સાથે જોડવાની અપ્રતિમ તક જોવા મળી.
એમેઝોનના યુઝર-ફ્રેન્ડલી સેલર સેન્ટ્રલ અને કોમ્પ્રિહેન્સિવ ઓનબોર્ડિંગ સપોર્ટે તેમને પ્રોડક્ટ લિસ્ટિંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ઓર્ડર પ્રોસેસિંગ અંગે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડીને ઓનલાઈન માર્કેટપ્લેસ તરફ સરળતાથી વળવા માટે સક્ષમ બનાવ્યા.
ગરવી ગુર્જરીએ ફુલફિલમેન્ટ બાય એમેઝોન (એફબીએ)નો ઉપયોગ કરીને તેમની શિપિંગ પ્રોસેસ સરળ બનાવી જેનાથી સમયસર ડિલિવરી સુનિશ્ચિત થઈ અને તેઓ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા.
આ ઉપરાંતં ખાસ ભારતીય કારીગરો માટે બનાવાયેલા કારીગર કાર્યક્રમે તેમના વારસા પર પ્રકાશ પાડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. કારીગર પ્રોગ્રામ દ્વારા બ્રાન્ડ એવા ગ્રાહકો સાથે જોડાઈ શકે છે જેમણે બીજી કોઈ રીતે તેમની પ્રોડક્ટ્સની શોધ કરી ન હોય.
વર્ષો જૂના વારસાને પુનર્જીવિત કરવામાં અનેક પડકારો હતા. ગરવી ગુર્જરીએ અસંખ્ય અવરોધોનો સામનો કરવો પડ્યો, પછી ભલે તે કારીગરો માટે યોગ્ય વેતન સુનિશ્ચિત કરવાનું હોય કે મોટાપાયે ઉત્પાદન થતા માલસામાન સાથે સ્પર્ધા કરવાની હોય.
પેઢીઓથી આ હસ્તકલાને સાચવી રહેલા હજારો કારીગરોને ટેકો આપવાની જરૂરિયાતને ઓળખીને, જીએસએચએચડીસીએ એક પ્લેટફોર્મ બનાવીને મદદ કરી હતી જ્યાં પરંપરાગત કારીગરી આધુનિક બજારોમાં ખીલી શકે.
તેમણે સર્વેક્ષણો પણ હાથ ધર્યા અને તાલીમ કાર્યક્રમો શરૂ કર્યા જેણે કારીગરોને તેમની પરંપરાગત તકનિકોને જાળવી રાખીને તેમની કુશળતા વધારવા અને તેમને સમકાલીન ડિઝાઇન ટ્રેન્ડ્સથી સજ્જ કરવામાં મદદ કરી.
સંસ્કૃતિને જાળવવાની અને આધુનિક સફળતાની સફર-ગરવી ગુર્જરીના સ્થાનિક વારસાને જાળવવા માટેના સમર્પણથી કારીગરોમાં આશાની એક લહેર ફરી વળી હતી જેઓ એક સમયે તેમના હસ્તકલાના ભવિષ્ય અંગે ચિંતિત હતા. હવે તેઓ આ કળાને રજૂ કરવા અને તેને ભારતમાં તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવાના મિશન પર છે.
આમાં સ્થાનિક બજારો, ખાસ કરીને ટિયર 2 અને 3 શહેરોમાં વધુ પ્રવેશ કરવા માટે એમેઝોનની સ્થાનિક દુકાનોની પહેલનો લાભ લેવાની યોજનાનો સમાવેશ થાય છે. તેની સાથે જ, એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા વૈશ્વિક વિસ્તરણ અધિકૃત ભારતીય હસ્તકલાની પ્રોડક્ટ્સની વધુ માંગ ધરાવતા પ્રદેશોને લક્ષ્ય બનાવશે. ગરવી ગુર્જરીની વાર્તા સાંસ્કૃતિક વારસાને જાળવવા અને સ્થાનિક સમુદાયોને સશક્તિકરણ કરવામાં નાના વ્યવસાયોની પરિવર્તનશીલ શક્તિને મૂર્ત બનાવે છે.