Western Times News

Gujarati News

લોકસભાનો ભંગ કરતા રાષ્ટ્રપતિઃ NDAના નેતા પદે મોદીની વરણી

 શનિવારે સરકાર રચવાનો દાવો કરાશે

નવી દિલ્હી, લોકસભાની ચૂંટણીમાં એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળતા ફરી એકવાર ગઠબંધનની સરકાર રચાવાની છે ત્યારે સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને વધુ બેઠકો મળી છે એનડીએના ઘટક પક્ષોના નેતાઓની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મીટીંગ મળી હતી જેમાં ચંદ્રબાબુ નાયડુ, નીતીશકુમાર સહિતના નેતાઓ હાજર રહયા હતા આ મીટીંગમાં સર્વાનુમતે એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે

અને તા.૭મીએ રાષ્ટ્રપતિને મળી સરકાર રચવાનો દાવો કરવાનું નકકી કરવામાં આવ્યું છે. તા.૭મીના રોજ દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાને જ એનડીએ સંસદીય દળની બેઠક મળશે અને આ બેઠક પૂર્ણ થયા બાદ એનડીએના તમામ નેતાઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચી જશે. આજે બપોર બાદ દિલ્હીમાં ભારે ચહલપહલ જોવા મળી હતી એનડીએની સાથે સાથે ઈન્ડી ગઠબંધનની પણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પણ ઈન્ડી ગઠબંધનના તમામ પક્ષોના નેતાઓ હાજર રહયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મને પોતાનું રાજનામું સુપરત કર્યું છે. લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે વડાપ્રધાને તેમના પદ પરથી રાજીનામું આપવું પડે છે. આજે સવારે જ મોદી કેબિનેટે ૧૭મી લોકસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ત્રીજી વખત બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણીમાં ૨૯૨ બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે.

જોકે બીજેપી એકલા હાલ હાથે બહુમતી માટે જરૂરી આંકડાને પાર કરી શકી નથી અને તેણે ૨૪૦ સીટથી જ સંતોષ માનવો પડ્યો છે. બીજી તરફ વિપક્ષના ઈન્ડિયા એલાયન્સે ૨૩૪ સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે.

પરિણામોના બીજા જ દિવસે એટલે કે આજે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ બુધવારે બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના મંત્રી પરિષદનું રાજીનામું પણ સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને નવી સરકારની રચના સુધી વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદને તેમના પદ પર ચાલુ રાખવા વિનંતી કરી.

લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે અને ત્રીજી વખત સત્તા બનવા જઈ રહી છે. નવી સરકારની શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી થઈ ગયો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારંભ ૮ જૂને સાંજે થાય તેવી શક્યતા છે. તેને લઈને તૈયારીઓ કઈ રીતે કરવી તેની પર ચર્ચા વિચારણ શરૂ થઈ ગઈ છે. નવા મંત્રી મંડળમાં ચેહરાઓને લઈને સહયોગી દળો સાથે વાતચીત અને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે બે-ત્રણ દિવસમાં નામોને ફાઈનલ કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ૨૯૨ સીટો મળી છે. જો કે ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો સ્પર્શી શકી નથી. આવી સ્થિતિમાં કેન્દ્રમાં સત્તા કબજે કરવા માટે ભાજપે સાથી પક્ષોનો સહારો લેવો પડશે. આમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી તેમજ જનતા દળ યુનાઇટેડના વડા નીતિશ કુમાર મહત્વની ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવે છે.

વાસ્તવમાં ભાજપને ત્રીજી વખત સરકાર બનાવવા માટે આ બંને પક્ષોની મદદની જરૂર છે. તેમનું મહત્વ જાણીને બંને પક્ષોના પ્રમુખ ભાજપ પાસે ઘણી માંગણીઓ કરી શકે છે.

આંધ્રપ્રદેશમાં ૧૬ લોકસભા બેઠકો જીતનાર ટીડીપી એનડીએ સરકારને ટેકો આપવા બદલ સરકારમાં મોટા હિસ્સાની માંગ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયડુની સૌથી મોટી માંગ લોકસભા અધ્યક્ષ પદની છે. તમને જણાવી દઈએ કે ્‌ડ્ઢઁ ચીફ ચંદ્રબાબુ નાયડુ કયા મંત્રાલયોની માંગ કરી શકે છે. નાયડુ ૫ થી ૬ કે તેથી વધુ મંત્રાલયો માંગી શકે છે.

ત્રીજી વખત પીએમ પદના શપથ લેતા જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે, જે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.