Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ મુર્મૂએ કેન્સરની સારવારની સ્વદેશી કાર ટી-સેલ થેરેપી લોન્ચ કરી

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેન્સરની સારવાર માટે દેશની પહેલી સ્વદેશી કાર ટી-સેલ થેરાપી લોન્ચ કરી છે. આઇઆઇટી, મુંબઇ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ થેરાપીને ‘મેક ઇન ઇન્ડિયા’ માટે મોટી સિદ્ધિ ગણાવી હતી. આઇઆઇટી મુંબઈ અને ટાટા મેમોરિયલ સેન્ટર દ્વારા વિકસિત આ જિન આધારિત સારવારથી વિવિધ પ્રકારના કેન્સરને જડમૂળથી ખતમ કરવામાં મદદ મળશે.

રાષ્ટ્રપતિએ તેને કેન્સર સામેની લડતમાં ‘માનવ સમાજ માટે નવી આશા’ ગણાવી હતી. નેક્સ કાર૧૯કાર ટી-સેલ થેરાપી દેશની પહેલી ‘મેડ ઇન ઇન્ડિયા’ કાર ટી-સેલ થેરાપી છે, જે કેન્સરની સારવારના ખર્ચમાં મોટો ઘટાડો કરશે. રાષ્ટ્રપતિ મુર્મૂએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “કાર ટી-સેલ સેલ થેરાપી તબીબી વિજ્ઞાનની આધુનિક અને અદભૂત શોધ છે.

તે ‘મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશની મોટી સફળતા છે, જે ભારતીય વૈજ્ઞાનિકોની કુશળતા દર્શાવે છે. દેશની પહેલી જિન થેરાપીનું લોન્ચિંગ કેન્સર સામેની લડતમાં મોટી સફળતા છે. આ સારવાર વાજબી ભાવ સરળતાથી ઉપલબ્ધ બનશે.” ટાટા મેમોરિયલ સેન્ટરના ડિરેક્ટર સુદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “કાર ટી-સેલસેલ થેરાપી બહુ મોંઘી સારવાર છે, જે મોટા ભાગના લોકોની પહોંચની બહાર છે.

જોકે, નેક્સ કાર૧૯ થેરાપી વિદેશની તુલનામાં દેશમાં દસમા ભાગના ખર્ચે લોન્ચ કરવામાં આવી છે.” આઇઆઇટી બોમ્બેના ડિરેક્ટર પ્રોફેસર સુભાશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદેશમાં આ સારવારનો ખર્ચ લગભગ રૂ.૪ કરોડ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.