ગ્લોબલ બિઝનેસ સિમ્પોઝિયમમાં જોય ઈ-બાઈક “પ્રેસ્ટિજિઅસ રાઈઝિંગ બ્રાન્ડ્સ ઓફ એશિયા 2023-24” એવોર્ડથી સન્માનિત
વડોદરા, ભારતના મોબિલિટી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના પ્રયાસોમાં યોગદાન આપનારી “જોય ઈ-બાઈક” બ્રાન્ડ હેઠળ ઈલેક્ટ્રિક વાહનોની અગ્રણી ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ (WIML)ને “પ્રેસ્ટિજિઅસ રાઈઝિંગ બ્રાન્ડ્સ ઓફ એશિયા 2023-24 એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. BARC ASIA, ERTC મીડિયા અને હેરાલ્ડ ગ્લોબલ દ્વારા દુબઈ, UAEમાં આયોજિત ગ્લોબલ બિઝનેસ સિમ્પોઝિયમ (GBS)માં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
બજારમાં સ્થિરતા, ટકાઉપણા અને તેના વારસાના માધ્યમથી પોતાના ફિલ્ડમાં નોંધપાત્ર બેન્ચમાર્કને પુનઃવ્યાખ્યાયિત કરતી ઉલ્લેખનીય બ્રાન્ડ્સને “પ્રેસ્ટિજિઅસ રાઈઝિંગ બ્રાન્ડ્સ ઓફ એશિયા 2023-24 એવોર્ડ”થી બિરદાવવામાં આવે છે. આ એવોર્ડ ઝડપથી વિકસતી અને લોકપ્રિય બ્રાન્ડ્સને આપવામાં આવ્યો હતો. જે અર્થતંત્રના પરિવર્તનમાં યોગદાન આપનારી તેમજ પોતાની એડવાન્સ પ્રોડક્ટ અને સર્વિસ સાથે ઉજ્જવળ ભાવિ સર્જવાનો ઉદ્દેશ ધરાવે છે.
આ એવોર્ડ જોય ઈ-બાઈકની સ્થિરતા-ટકાઉપણું અને ઈન્ડસ્ટ્રીના બેન્ચમાર્કને પુનઃવ્યાખ્યાયિત કરવામાં ઉમદા યોગદાનનો પુરાવો છે. પ્રેસ્ટિજિઅસ રાઈઝિંગ બ્રાન્ડ ઓફ એશિયા 2023-24 તરીકેનું સન્માન બ્રાન્ડના ઈનોવેશન, કટિંગ એજ પ્રોડક્ટ્સ પ્રત્યેના સમર્પણને વેગ આપે છે. તેમજ આર્થિક પરિવર્તનમાં નોંધનીય ભૂમિકા સાથે બ્રાન્ડ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ અને વફાદારી દર્શાવે છે.
પ્રેસ્ટિજિઅસ રાઈઝિંગ બ્રાન્ડ્સ ઓફ એશિયા 2023-24 માટે પસંદગી પ્રક્રિયા ત્રણ અલગ-અલગ તબક્કાઓમાં આકરી કસોટીમાંથી પસાર થઈ હતી. પ્રારંભિક ધોરણે ઈન્ડસ્ટ્રીના ઉપલબ્ધ સંશાધનો, ઈન્ડસ્ટ્રી રિપોર્ટ, માર્કેટ સર્વે, બ્રાન્ડ રિપોર્ટનું એનાલિસિસ સહિત સેકેન્ડરી રિસર્ચ હાથ ધરાયુ હતું. આ તબક્કામાં 500 બ્રાન્ડ્સની યાદી તૈયાર કરવામાં આવી હતી.
બાદમાં બીજા તબક્કામાં બ્રાન્ડ્સ પર ઉંડું રિસર્ચ, ટાર્ગેટ ઓડિયન્સ, વિશ્વાસ, બજારમાં છબી, ટકાઉપણું, સ્થિતિ, રિકોલ, ગ્રોથ, પહોંચ અને ઈનોવેશન્સ સહિતના માપદંડોનું નિરિક્ષણ અને મૂલ્યાંકન કર્યા બાદ 200 બ્રાન્ડ્સને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ અંતિમ તબક્કામાં 200 શોર્ટલિસ્ટેડ બ્રાન્ડ્સ પહોંચી હતી. જ્યાં BARC એશિયા અને જ્યુરી સભ્યોએ ટોચની 50 બ્રાન્ડ્સને અંતિમ સ્વરૂપ આપતાં એવોર્ડ માટે પસંદ કરી હતી.
અંતિમ તબક્કામાં પ્રાઈમરી અને સેકેન્ડરી રિસર્ચ બંનેનો સમાવેશ કર્યો હતો. જેમાં રજિસ્ટ્રેશન ફોર્મની સંપૂર્ણ વિગતો રિસર્ચ એજન્સી દ્વારા ચકાસવામાં આવી હતી. મીડિયા એન્ડ એડવર્ટાઈઝિંગ, પબ્લિક રિલેશન્સ, કન્સલ્ટન્ટ, ડેટા એનાલિસ્ટ સહિત વિવિધ બેકગ્રાઉન્ડમાંથી આવતા જ્યુરી મેમ્બર્સ દ્વારા આ ટોપ-50 બ્રાન્ડ્સની પસંદગી કરવામાં આવી હતી. આ ઝીણવટભરી પ્રક્રિયાએ સૌથી વધુ લાયક બ્રાન્ડ્સને તેમની શ્રેષ્ઠતા અને ઉદ્યોગમાં યોગદાન આપવા બદલ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવાની ખાતરી આપી હતી.
તાજેતરમાં, જોય ઇ-બાઇકે ભારતમાં 100,000 ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર્સના વેચાણનો આંકડો ક્રોસ કરતાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કંપનીએ વડોદરામાં તેના અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે 100,000 યુનિટના ઉત્પાદન કરી મિહોસ-એ મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટને રોલઆઉટ કરીને આ સિદ્ધિ મેળવી છે. વધુમાં, કંપનીને તાજેતરમાં એશિયા વન દ્વારા સૌથી ઝડપી વૃદ્ધિ પામતી બ્રાન્ડ્સ 2023 એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.