Western Times News

Gujarati News

પ્રિવેન્ટિવ ડિટેન્શન એક અત્યંત કઠોર પગલું છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, ડ્રગ્સ કેસમાં એક દંપતીના સામેના નાગાલેન્ડ સરકારના ગૃહ મંત્રાલયના પ્રિવેન્ટિવ આદેશોને રદ કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે પ્રિવેન્ટિવ અટકાયત એક કઠોર પગલું છે.

કાયદા મુજબ અધિકૃત અધિકારીને સંપૂર્ણ ખાતરી હોવી જોઈએ કે વ્યક્તિને માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેરથી રોકવા માટે તેની અટકાયત કરવી જરૂરી છે.અટકાયતના અલગ આધારો દ્વારા મગજનો ઉપયોગ કરીને તેની સ્પષ્ટતા પણ કરવી જોઇએ.

જસ્ટિસ સંજય કુમાર અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહ બનેલી ખંડપીઠે સત્તાવાળાના અટકાયતના આદેશને ભેદી ગણાવીને જણાવ્યું હતું કે તેમા મનમાની કરવામાં આવી છે.

ખંડપીઠે ગૌહાટી હાઈકોર્ટના ચુકાદાને પણ રદ કર્યાે હતો. ૧૯૮૮ના નાર્કાેટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ધારા હેઠળ અશરફ હુસૈન ચૌધરી અને તેની પત્ની અદાલિયુ ચાવાંગની સામે સત્તાવાળાએ પ્રિવેન્ટિવ અટકાયતના આદેશ આપ્યા હતાં. આ આદેશને દંપતીએ હાઇકોર્ટમાં પડકાર્યા હતાં, પરંતુ હાઇકોર્ટે અરજીને ફગાવી દીધી હતી.

બેન્ચે જણાવ્યું હતું કે નિવારક અટકાયત એ એક કઠોર પગલું છે કે જેના દ્વારા કોઈ વ્યક્તિ કે જેના પર કેસ ચલાવાયો નથી અને દોષિત નથી ઠેરવાયો તેને અટકાયતમાં રાખી શકાય છે. નિવારક અટકાયતને બંધારણની કલમ ૨૨(૩)(બી)એ મંજૂરી આપેલી છે, પરંતુ કલમ ૨૨ પ્રિવેન્ટિવ અટકાયત માટે કડક ધોરણોની પણ જોગવાઈ કરે છે.

કલમ ૨૨માં કહેવાયું છે કે નિવારક અટકાયતને લગતી શરતો અને પદ્ધતિઓ સૂચવવા માટે સંસદ કાયદો બનાવે. નિવારક અટકાયતથી વ્યક્તિને કોર્ટ કેસ અથવા દોષિત ઠેરવ્યાં વિના લાંબા સમય સુધી અટકાયતમાં રાખવામાં આવે છે અને વ્યક્તિગત સ્વતંત્રતાઓથી વંચિત રાખે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.