સૂર્યમુખી અને સરસવ સહિત અનેક તેલના ભાવમાં ઘટાડો
અમદાવાદ, ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. ૨૧ માર્ચ, ૨૦૨૩ના રોજ સૂર્યમુખી અને સરસવ સહિત અનેક તેલના ભાવમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે.
દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સ્થાનિક તેલ-તેલીબિયાં પરના દબાણને કારણે કપાસિયા તેલના ભાવમાં ઘટાડા સિવાય સ્થાનિક સોયાબીન અને સીંગતેલના ભાવ અગાઉના સ્તરે જ જળવાઈ રહ્યા છે. આવો જાણીએ આજે ૧ લીટર તેલની કિંમત શું થઈ ગઈ છે.
લગભગ ૧૦ મહિના પહેલા, સૂર્યમુખી તેલનો ભાવ સોયાબીન તેલ કરતાં ઇં૩૫૦ વધુ હતો, પરંતુ હાલમાં તેની કિંમત સોયાબીન કરતાં ઇં૧૦૦ નીચી થઈ ગઈ છે.
એટલે કે, સૂર્યમુખી તેલનો ભાવ અગાઉ રૂ. ૨૦૦ની સરખામણીએ ઘટીને રૂ. ૮૦-૮૧ પ્રતિ લીટર થયો છે, જેના કારણે બજારમાં દેશી તેલ અને તેલીબિયાંનો વપરાશ ઘટી ગયો છે. તેલીબિયાંના ખેડૂતો અને દેશના તેલ ઉદ્યોગ બંને બરબાદીના આરે પહોંચી ગયા છે.
ઓછી આવક ધરાવતા જૂથો અને શેરી વિક્રેતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અથવા નાના રેસ્ટોરાંમાં ઉપયોગમાં લેવાતા પામોલિન પર ૧૩.૭૫ ટકાની આયાત જકાત લાગુ પડે છે, જ્યારે ઉચ્ચ આવક ધરાવતા જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા સૂર્યમુખી તેલને ૩૧ માર્ચ સુધી આયાત જકાત મુક્ત રાખવામાં આવે છે. સૂર્યમુખી અને સોયાબીન તેલ પર ૪૫ ટકા સુધીની આયાત ડ્યુટી લાદવા માટે પહેલ કરવી પડશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે એ હકીકતની પણ નોંધ લેવી પડશે કે ડ્યુટી ફ્રી સિસ્ટમ લાગુ કરવાનો હેતુ ગ્રાહકોને છ રૂપિયા સસ્તું સોફ્ટ ઓઇલ આપવાનો હતો, પરંતુ તેનાથી વિપરીત, આ ડ્યૂટી ફ્રી લાભ લેનારાઓ તેને બમણા ભાવે વેચીને તગડો નફો કમાઈ રહ્યા છે.
આવી ડ્યૂટી ફ્રી આયાતનો લાભ લઈને લગભગ બમણા ભાવે સમાન તેલ વેચનારાઓ પર સરકારે દંડ વસૂલવો જાેઈએ. પોર્ટ પર સનફ્લાવર ઓઈલની કિંમત ૮૦-૮૧ રૂપિયા પ્રતિ લીટર છે અને એમઆરપીના કારણે રિટેલ માર્કેટમાં તે ૧૬૦-૧૭૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સૂર્યમુખી તેલમાં આજના ઘટાડાને કારણે દ્ગઝ્રડ્ઢઈઠ વાયદામાં કપાસિયા કેકનો એપ્રિલ કોન્ટ્રાક્ટ રૂ. ૨,૬૮૪ થી વધીને રૂ. ૨,૭૦૮ પ્રતિ ક્વિન્ટલ થયો હતો. તેમણે કહ્યું કે હાલમાં વિદેશી બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ છે.SS1MS