દેવગઢ બારિયા તાલુકાની સાતકુંડા ગામે આવેલ માધ્યમિક શાળાનું ગૌરવ

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) તા-૨૬/૦૭/૨૦૨૩ના રોજ સર્વોદય વિદ્યામંદિર સાગટાળા ,તાલુકો દેવગઢ બારીયા ખાતે ક્યું.ડી.સી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધામાં શાળા કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં ક્યુ.ડી.સી કક્ષાએ પ્રથમ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. જેમાં માધ્યમિક શાળા સાતકુંડાનો વિદ્યાર્થી કુલદીપભાઈ તેરસિંગભાઈ રાઠવા ચિત્ર સ્પર્ધાના માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
આ રીતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને આગળ પણ નંબર મેળવી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને તેવી શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.