બાયડ મામલતદાર કચેરીમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડુ
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાની બાયડ મામલતદાર કચેરીમાં અરજદારો માટે ઠંડા પાણી અને પંખાની સુવિધાનો અભાવ જાેવા મળ્યો હતો. primary facility in Bayad Mamlatdar office
બાયડ મામલતદાર કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની સુવિધાની વ્યવસ્થા જ્યાં કરવામાં આવી છે તે જગ્યા અત્યંત ગંદી જાેવા મળી હતી ઠંડા પાણીના મશીનમાં ગરમ પાણી આવતું હતું અરજદારોને પાણી પીવા માટે ગ્લાસની વ્યવસ્થાનો પણ અભાવ જાેવા મળ્યો હતો.
ત્યારબાદ જનસેવા કેન્દ્ર અને સબ રજીસ્ટાર વિભાગ અને ઈ-ધરા વિભાગ આગળ અરજદારોને બેસવા માટે શેડ તો બનાવેલા છે પરંતુ ત્યાં પંખાઓ લગાવેલા નથી સરકારી બાબુઓને ઓફિસમાં પંખા નીચે બેસવાનું અને અરજદારોને કાળઝાળ ગરમીમાં શેકાવાનું કેવી વિચિત્રતા કહેવાય……???